અંકલેશ્વર, તા.૧૧
રાજ્ય સરકારના ધોરણ ૧૦ અને ૧૨નું આજથી શેક્ષણિક કાર્ય શરૂ કરવાના નિર્ણય અંતર્ગત ૩૦૧ દિવસ બાદ અંકલેશ્વરની શાળાઓ શરૂ થઈ હતી. વાલીઓની સંમતિ સાથે સ્કૂલમાં માસ્ક, સૅનેટાઇઝર અને થર્મલ ગન : દ્વારા વિદ્યાર્થીઓને ચેક કરી પ્રવેશ આપી વર્ગ રૂમમાં સોશિયલ ડિસ્ટન્સની બેઠક વ્યવસ્થા સાથે અભ્યાસક્રમ શરૂ કરવામાં આવ્યો હતો.
અંકલેશ્વર નગરપાલિકા સંચાલિત જીનવાલા સ્કૂલ તેમજ એમટીએમ ગલ્સ હાઈસ્કૂલ ખાતે શિક્ષકો દ્વારા સરકારની ગાઈડ લાઇન મુજબ વિદ્યાર્થીઓને માસ્ક સોશિયલ ડિસ્ટન્સ સેનેટાઈઝર તેમજ થર્મલ ગન દ્વારા ટેમ્પરેચર ચેક કરી રજીસ્ટરમાં નોંધ કરી પ્રવેશ અપાયો હતો અને વર્ગ ખંડમાં પણ સોશ્યલ ડિસ્ટન્સ સાથે બેસાડવામાં આવ્યા હતા. સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીની તકેદારીના ભાગ રૂપે વર્ગ રૂમમાં સૅનેટાઇઝરની બોટલની વ્યવસ્થા કરવામાં આવી હતી.