National

અંબાલામાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન દરમ્યાન વોટર કેનનને રોકનારા યુવક પર પોલીસે હત્યાના પ્રયાસનો કેસ દાખલ કર્યો

 

(એજન્સી) તા.ર૮
હરિયાણાના અંબાલા જિલ્લામાં ખેડૂતો દ્વારા વિરોધ પ્રદર્શન દરમ્યાન એક યુવકે વોટર કેનન વાહન ઉપર ચઢીને તેની દિશા બદલી નાખી હતી. નવદીપસિંહ નામના આ યુવકે રપમી નવેમ્બરે પ્રદર્શન દરમ્યાન મીડિયા અને પોલીસની હાજરીમાં પોલીસ કેનન ઉપર ચઢીને આ બહાદુરી બતાવી હતી. ત્યાર પછી આ યુવક પર હત્યાના પ્રયાસનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. એક અહેવાલમાં જણાવ્યા અનુસાર નવદીપસિંહને તે ફરિયાદમાં આરોપી બનાવવામાં આવ્યો છે જે ભારતીય કીસાન સંઘ (બીકેયુ)ના પ્રમુખ ગુરૂનામસિંહ ચાદુની ઉપર દાખલ કરવામાં આવી હતી. નવદીપનો પિતા જયસિંહ જલબેરા પણ આ ફરિયાદમાં આરોપી છે. પોલીસે આ લોકો પર આરોપ લગાવ્યો છે કે તેમણે પોલીસ બેરિકેડ તોડીને પોલીસ કર્મીઓ પર ટ્રેકટર ટ્રોલી ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ હકીકત રપ નવેમ્બરે, અંબાલા દિલ્હી હાઈવે પર પ્રદર્શન દરમ્યાન પોલીસ અને વોટર કેનનના અવરોધના કારણે ખેડૂતો આગળ વધી શકતા ન હતા. તેઓ દિલ્હી જવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, તે જ સમયે તક મળતા જ નવદીપ વોટર કેનન વાહન પર ચઢી ગયો અને વોટર કેનનનો મુખ પોલીસ તરફ ફેરવી દીધું જેના કારણે ટ્રેકટર, ટ્રોલી બેરીકેડ તોડીને આરપાર કરી ગયા, જેથી બાકીના ખેડૂતો માટે પણ માર્ગ નીકળી આવ્યો. આટલુ કર્યા પછી નવદીપ પોતે પણ ટ્રેકટર પર સુરક્ષિત રીતે સવાર થઈ ગયો. નવદીપે પૂછવા પર સમાચાર એજન્સીને જણાવ્યું કે ખેડૂત આંદોલનમાં સામેલ થવાના કારણે તેમને નિશાન બનાવવામાં આવ્યો છે, જો કે તેઓએ કોઈને નુકસાન પહોંચાડયું ન હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

    દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
    Read more
    NationalPolitics

    ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

    રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
    Read more
    National

    બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

    (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.