Ahmedabad

અત્યાર સુધી સમગ્ર દેશમાં કોરોના ટેસ્ટની બાબતમાં બહુ પાછળ રહ્યા બાદ મોદીની ટકોરને પગલે આખરે ટેસ્ટમાં ભારે વધારો કરાયો ! કોરોના કહેર : નવા ૧૦૯ર કેસ; અત્યાર સુધીના એક દિ’માં સૌથી વધુ પ૦,૮૧૭ ટેસ્ટ !

 

(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.૧૩
રાજ્યભરમાં કોરોના વાયરસના વધતા સંક્રમણને પગલે રોજે-રોજ ઉછાળારૂપ કોરોના કેસો નોંધાઈ રહ્યા છે. જેમાં કોઈ ઘટાડો જોવા મળી રહ્યો નથી. બીજી તરફ સરકાર દ્વારા રાજ્યમાં કોરોનાને નિયંત્રણમાં લાવવાના વિવિધ પ્રયાસો વચ્ચે હવે છેક રહી-રહીને મોડેથી કોરોનાના ટેસ્ટ મોટી સંખ્યામાં કરવામાં આવી રહ્યા છે. જેમાં અત્યારસુધીના સૌથી વધુ એક જ દિવસમાં ૫૦,૮૧૭ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેના પગલે રાજ્યમાં છેલ્લા ૨૪ કલાકમાં વધુ નવા ૧૦૯ર કોરોનાના કેસ બહાર આવ્યા છે. જેમાં સૌથી વધુ કેસ સુરત જિલ્લામાં જ નોંધાવવાનું જારી રહેલ છે. જ્યારે રાજ્યમાં કોરોનામાં મૃત્યુનું પ્રમાણ પણ એ જ ગતિએ ચાલુ રહેતા વધુ ૧૮ વ્યક્તિઓ કોરોનામાં મોતને ભેેટી છે. બીજી તરફ કોરોનાના વધતા કેસો સામે સાજા થનારા દર્દીઓનો આંક પણ એટલી જ સંખ્યામાં બહાર આવતા રાહતજનક છે. રાજ્યભરમાં ૨૪ કલાકમાં વધુ ૧૦૪૬ દર્દીઓ કોરોનામાંથી સાજા થવામાં સફળ રહ્યા છે. જેને પગલે રાજ્યનો રિકવરી રેટ ૭૭.૪ર ટકા થવા પામ્યો છે.
ગુજરાતમાં કોરોનાના ૧૦૯ર નવા કેસ નોંધાયા છે. તો ૧૮ લોકોનાં મોત થયા છે મહત્ત્વની વાત એ છે કે રાજ્યમાં કોવિડ-૧૯ ટેસ્ટિંગની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. ગુરૂવારે રાજ્યમાં કુલ ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં પ્રતિ દિવસ પ્રતિ મિલિયન વસ્તીએ ૭૮૧.૮૦ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ગુજરાત માટે રાહતના સમાચાર એ છે કે, રાજ્યમાં સાજા થવાનો દર ૭૭.૪ર ટકા છે. આજે રાજ્યમાં ૧,૦૪૬ લોકો સજા થઈને ઘરે ગયા છે.
રાજ્યમાં ર૪ કલાકમાં નોંધાયેલા કેસ જોઈએ તો સુરત ૨૫૧, અમદાવાદ ૧૬૬, વડોદરા ૧૦૯, રાજકોટ ૯પ, ભાવનગર ૪૦, જામનગર ૩૯, ગાંધીનગર ૩૩, અમરેલી ૩૩, ગીરસોમનાથ ર૯, દાહોદ રપ, મોરબી રપ, પંચમહાલ ર૩, કચ્છ રર, મહેસાણા ર૦ તેમજ રાજ્યના અન્ય જિલ્લાઓમાં ૧થી ૧૭ કેસ નોંધાવવા પામેલ છે. જેને પગલે રાજ્યભરમાં અત્યારસુધીમાં કુલ ૭૫,૪૮૨ કોરોના કેસ થયેલ છે.
જ્યારે રાજ્યમાં કોરોનામાં મરણના પ્રમાણમાં વધારો જારી રહેલ છે. ર૪ કલાકમાં વધુ ૧૮ વ્યક્તિઓ મૃત્યુ પામેલ છે. જેમાં સૌથી વધુ સુરતમાં પાંચના મોત થયા છે. તે પછી અમદાવાદમાં ૪નાં મૃત્યુુ થયેલ છે. જ્યારે રાજકોટમાં ૩ તેમજ ભાવનગર, ગાંધીનગર, ગીર-સોમનાથ, વડોદરા, જામનગર, કચ્છ જિલ્લામાં ૧-૧ વ્યક્તિ મૃત્યુ પામેલ છે. આ સાથે રાજ્યભરમાં અત્યાર સુધીમાં કુલ ર૭૩૩ લોકો કોરોનામાં જીવ ગુમાવી ચૂક્યા છે. જ્યારે કોરોના મુખ્ય હબ એવા અમદાવાદમાં કુલ ૧,૬૪૯ના મૃત્યુ થયેલ છે. તો સુરતમાં ૫૩૫ લોકો મોતને ભેટ્યા છે.
રાજ્યમાં હાલમાં કુલ ૧૪,૩૧૦ કોરોનાના એક્ટિવ કેસ છે તે પૈકી ૭૯ને વેન્ટીલેટર પર રાખવામાં આવેલ છે. જ્યારે અન્ય ૧૪,ર૩૧ની સ્થિતિ તંત્ર દ્વારા સ્થિર બતાવવામાં આવી રહી છે.
રાજ્ય સરકારે અગત્યનો નિર્ણય લઈને લોકોને પોતાના નજીકના સ્થળે કોવિડ-૧૯ના ટેસ્ટની સુવિધા મળી રહે તે માટે છેલ્લા એક મહિનાથી રેપીડ એન્ટીજન કિટનો ઉપયોગ પણ શરૂ કર્યો છે. જેથી વધુ સરળતાથી અને ઝડપથી કોવિડ-૧૯નું નિદાન થઈ રહ્યું છે. રાજ્યમાં આજે કુલ ૫૦,૮૧૭ ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીના આધારે ૭૮૧.૮૦ ટેસ્ટ પ્રતિ દિવસ પ્રતિ મિલિયન વસ્તીએ કરાયા છે. રાજ્યમાં અત્યાર સુધી કુલ ૧૧.પ૯ લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં અત્યાર સુધી ૫૮,૪૩૯ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે જ્યારે કુલ ૨૭૩૩ લોકોનાં મોત થયા છે. રાજ્યમાં અલગ-અલગ વિસ્તારોમાં કુલ ૪,૮૮,૭૦૦ વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી ૪,૮૭,૩૦૯ વ્યક્તિઓ હોમ ક્વોરન્ટાઈન છે અને ૧,૪૧૯ વ્યક્તિઓ ફેસિલિટી ક્વોરન્ટાઈનમાં છે.