National

અનુષ્કા શર્માએ વિરાટ કોહલી સાથે લગ્નની વાતને ખોટી ગણાવી

(એજન્સી) મુંબઈ, તા.૭
ઘણી મીડિયા ચેનલો અને વેબસાઈટોએ દાવો કર્યો હતો કે, વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા આગામી સપ્તાહ ઈટાલીમાં લગ્ન કરવા જઈ રહ્યા છે. અભિનેત્રી અનુષ્કા શર્માના પ્રવક્તાએ મીડિયા રિપોર્ટોનું ખંડન કર્યું હતું કે, તેઓ આગામી સપ્તાહ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલીની સાથે લગ્ન કરવા જઈ રહી છે. સમાચાર એજન્સી પીટીઆઈથી વાતચીત કરતા અનુષ્કા શર્માના પ્રવક્તાએ કહ્યું કે, આ ખબરોમાં કોઈ સચ્ચાઈ નથી. આની પહેલાં ઘણા સમાચાર ચેનલો અને વેબસાઈટોએ પોતાના રિપોર્ટમાં બતાવ્યું હતું કે, બંને સેલિબ્રિટી ૧૧થી ૧૩ ડિસેમ્બરની વચ્ચે કોઈપણ દિવસે ઈટાલીના મિલાનમાં લગ્ન કરનાર છે. આની સાથે મીડિયા રિપોર્ટોનો દાવો છે કે, વિરાટ અને અનુષ્કા પોતાના મિત્રો માટે ર૧ ડિસેમ્બરના રોજ મુંબઈમાં એક ભવ્ય રિસેપ્શન આપશે.