Gujarat

અમદાવાદના પત્રકાર સામે રાજદ્રોહના કેસ મુદ્દે પત્રકાર એકતા સંગઠનમાં ભભૂકેલો રોષ

(સંવાદદાતા દ્વારા)
ભરૂચ, તા.૧૪
સાંપ્રત સમયમાં વૈશ્વિક મહામારી કોરોના સામે લડવા દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં કોરોના યોદ્ધા તરીકે ફરજ બજાવતા દેશની ચોથી જાગીર ગણાતા પત્રકારો પળેપળની સટીક માહિતી જનતા સુધી પહોંચાડી રહ્યા છે. દરમિયાન પત્રકારો સાથે અસભ્ય વર્તન તેમજ આડકતરી રીતે ફસાવવાના બનાવો પણ સામે આવ્યા છે. ત્યારે અમદાવાદના પત્રકાર ધવલ પટેલ દ્વારા સરકાર વિરોધી સમાચાર પ્રસિદ્ધ કરવા મુદ્દે રાજદ્રોહનો કેસ થવા મામલે પત્રકાર એકતા સંગઠન સાથે સંકળાયેલા રાજ્યભરના પત્રકારોએ રોષ વ્યક્ત કર્યો છે.
આજરોજ વાગરા મામલતદારને વાગરા તાલુકાનાં પત્રકારો દ્વારા આવેદનપત્ર પાઠવી પત્રકાર વિરૂદ્ધ નોંધાયેલ રાજદ્રોહના ગુનામાં યોગ્ય કમિટી બનાવી સમીક્ષા કરી ન્યાય કરવા માંગ કરી હતી. જો સરકાર પત્રકારો સાથે અન્યાય કરશે તો આગામી સમયમાં રણનીતિ તૈયાર કરી વિરોધ પ્રદર્શનની ચીમકી આપી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    CrimeGujarat

    કટ્ટરવાદી કાજલ શિંઘાળાએ મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ સમાજ વિશે અશોભનીય બફાટ કરતા પ્રચંડ રોષની લાગણી

    મુસ્લિમ મહિલાઓની આબરૂ તથા અસ્મિતાનું…
    Read more
    CrimeGujarat

    વિદ્યાર્થીએ ટિકિટ માંગી તો કંડક્ટરે લોહીલુહાણ કર્યોલીંબડી બસ સ્ટેન્ડમાં એસટી બસના કંડક્ટરે વિદ્યાર્થીને માર મારતો વીડિયો વાયરલ

    વિદ્યાર્થીને માથાના ભાગે ઈજા થતાં…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.