૧૨ માર્ચથી પાંચ દિવસની યાદી જાહેર
અમદાવાદ, તા.૨૪
વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મોટેરાનું નિર્માણ થયા બાદ સૌપ્રથમ વખત ત્યાં કોઈ ઈન્ટરનેશનલ મેચ રમાશે. જેથી ક્રિકેટ રસિયામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આગામી સિરીઝની બે ટેસ્ટ મેચ એમ.એ.ચિદમ્બરમ સ્ટેડિયમમાં દર્શકો વગર રમાશે. ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ફેબ્રુઆરીથી માર્ચ મહિના દરમિયાન ટેસ્ટ, ટી-૨૦ અને વન-ડે મેચની સિરીઝનું આયોજન કરવામાં આવશે. જેમાંથી એક ટેસ્ટ મેચ ડે-નાઇટ રાખવામાં આવશે. જે ડે-નાઇટ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં રમાડવામાં આવશે. તેમજ પાંચ ટી-૨૦ મેચો પણ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં યોજવામાં આવશે. વર્તમાન સમયમાં કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને બચાવનાં ઉપાય અંતર્ગત દર્શકોને બે ટેસ્ટ મેચો માટે સ્ટેડિયમમાં પ્રવેશ આપવામાં આવશે નહીં.અગાઉ બીસીસીઆઈએ કહ્યું હતું કે, ભારત અને ઈંગ્લેન્ડની આ સિરીઝ માટે સ્ટેડિયમમાં ૫૦ ટકા દર્શકોને પ્રવેશ આપવામાં આવશે. પણ તામિલનાડુ ક્રિકેટ એસોશિયેશનના સચિવ આર.એસ. રામાસ્વામીએ કોવિડ-૧૯ની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દર્શકો વગર મેચ રમાડવાનું નક્કી કર્યું છે.
ક્રિકેટ સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી પ્રમાણે૨૦ જાન્યુઆરીએ એક સર્ક્યુલર મોકલીને ્દ્ગઝ્રછનાં સભ્યોને આ નિર્ણય અંગે માહિતગાર કરવામાં આવ્યા છે જેમાં લખ્યુ છે કે બીસીસીઆઈની સાથે મળીને આ નિર્ણય લેવામાં આવ્યો છે.સર્ક્યુલર અનુસાર કોવિડ-૧૯ મહામારીને લીધે બીસીસીઆઈએ ભારત-ઈંગ્લેન્ડ સિરીઝ દરમિયાન ખેલાડીઓની સુરક્ષા જોખમાય નહીં તેનું ધ્યાન રાખવામાં આવ્યું છે. બંને ટીમો ૨૭ જાન્યુઆરી સુધી ચેન્નાઈ પહોંચી જશે અને ત્યારબાદ ખેલાડીઓને બાયો બબલમાં પ્રવેશ કરાવ્યા પહેલા તેમનું કોવિડ-૧૯ પરિક્ષણ કરવામાં આવશે.