Gujarat

અમરેલીમાં દલિત યુવાનની હત્યા કરનાર બે આરોપી સુરતમાંથી ઝડપાયા

અમરેલી, તા.૩૦
અમરેલીમાં બે મહિના પહેલાં દલિત યુવાનની હત્યામાં ફરાર ત્રણ આરોપી પૈકી પોલીસે બે આરોપીને સુરતના પાંડેસરા વિસ્તારમાંથી ઝડપી લીધા હતા.
અમરેલીના ચક્કરગઢ રોડ ઉપર ગત તા. ૧/૧૦/૧૮ના રોજ મહેશભાઈ રામજીભાઈ ઝાલા નામના દલિત યુવાનની છરીના ઘા મારી હત્યા નિપજાવવામાં આવેલ હતી. જે હત્યાના મુખ્ય આરોપી (૧) ચિરાગ ગીજુભાઈ ઠાકર (ર) રણજીત ફતેસીંગ મોરી અને (૩) વનરાજ બાબુ ઘાઘલ ત્રણના હત્યામાં નામ ખુલવા પામ્યા હતા.
જે બનાવમાં દોઢ મહિનો વિતી ગયા બાદ પણ હત્યારા ન પકડાતા મૃતક મહેશ માલાના પરિવાર તેમજ સમાજ દ્વારા કલેકટર કચરી સામે આરોપીને પકડવા ઉપવાસી છાવણી નાખેલ હતી. જે ઉપવાસ આંદોલનને લઈ પોલીસ હરકતમાં આવી હતી અને ઈન્ચાર્જ પોલીસ અધિક્ષક બી.એમ.દેસાઈના માર્ગદર્શન મુજબ એલસીબી એસ.ઓે.જી. ફર્લો સ્કાઈ અને સિટી પોલીસની ટીમો દ્વારા આરોપીને પકડવા ચક્રો ગતિમાન કરેલ હતા.
જેમાં ત્રણ પૈકી બે આરોપી સુરતના પાંડેસરા વિસ્તારમાં હોવાની બાતમી અને ટેકનિકલ બાબતથી ભાગ થતા જ પોલીસે સુરતના પાંડેસરા વિસ્તારમાં પહોંચી મુખ્ય આરોપી ચિરાગ ગીજુ ઠાકર અને વનરાજ બાબુભાઈ ધાાલને ઝડપી લીધેલ હતા.
પકડાયેલ બંને આરોપીનો તપાસકર્તા અધિકારી ડીવાયએસપી બી.એમ. મોણપુરાને સોંપતા આરોપીઓએ કયા કયા આશરો લીધો હતો અને હત્યાનો મુદ્દામાલ કયા સંતાડેલ છે અને ત્રીજા આરોપીના સગડ મેળવવા બંને આરોપીની પૂછપરછ હાથ ધરેલ છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.