International

અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૨ હજાર કેસ નોંધાયા

(એજન્સી) ન્યૂયોર્ક, તા.૨
અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના લીધે ૫૨(બાવન) હજાર કેસ નવા સામે આવ્યા હતા.જોન્સ હોપ્સીંગ યુનીવર્સીટીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં છેલ્લા ૨૪ કલાકમાં બાવન હજાર નવા કેસ નોધાયા છે. અમેરિકામાં અત્યાર સુધીમાં કોરોનાના ૨૭ લાખ ૩૧ હજાર ૨૫૫ કેસ સામે આવ્યા છે અને ૧ લાખ ૩૦ હજાર ૧૩૪ મોત થયાં છે. જેના લીધે ટ્રમ્પ સરકાર ચિંતિત બની છે. વિશ્વભરમાં કોરોના સંક્રમણના અત્યાર સુધીમાં ૧ કરોડ ૮ લાખ ૧૧ હજાર કેસ નોંધાયા છે. જેમા ૫.૧૯ લાખ લોકોના મોત થયા છે. ૬૦.૩૪ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ૨૭.૮૦ લાખ કેસ નોંધાયા છે. ૧ લાખ ૩૦ હજાર ૭૯૮ લોકોના મોત થયા છે. ૧૧.૬૫ લાખ લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકામાં ૨૪ કલાકમાં ૫૨ હજાર કેસ નોંધાયા છે. બ્રાઝીલમાં ૧૪.૫૩ લાખ કેસ નોંધાયા છે અને ૬૦ હજાર ૭૧૩ લોકોના મોત થયા છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે કહ્યું હતું કે સ્થિતિ એવી હશે તો માસ્ક પહેરવામાં કોઈ પરેશાની નથી. હેલ્થ એક્સપર્ટ ડો. એન્થની ફૌસીએ મંગળવારે કહ્યું હતું કે નિયમોનું કડકાઈથી પાલન ન કર્યું તો અમેરિકામાં દરરોજ એક લાખ કેસ નોંધાશે. બ્રાઝીલમાં ૨૪ કલાકમાં ૪૬ હજાર ૭૧૨ કેસ નોંધાયા છે અને ૧૦૩૮ લોકોના મોત થયા છે. આ સાથે અહીં ૧૪.૫૩ લાખ કેસ નોંધાયા છે અને ૬૦ હજાર ૭૧૩ લોકોના મોત થયા છે. મેક્સિકોમાં ૨૪ કલાકમાં ૫૬૮૧ કેસ નોંધાયા છે અને ૭૪૧ લોકોના મોત થયા છે. અહીં સંક્રમિતોની સંખ્યા ઈરાનથી વધારે નોંધાઈ છે. સૌથી વધારે સંક્રમિત ૧૦ દેશમાં તેનો સમાવેશ થયો છે. અહીં કુલ ૨.૩૧ લાખ કેસ નોંધાયા છે અને ૨૮ હજાર ૫૧૦ લોકોના મોત થયા છે. દરમ્યાન,ન્યૂઝીલેન્ડના સ્વાસ્થ્ય મંત્રી ડેવિડ ક્લાર્કે કોરોના વાઈરસને લઈને સરકારની પ્રતિક્રિયા અને લોકડાઉન નિયમોના ઉલ્લંઘન કરવાની ટિકા પછી રાજીનામુ આપી દીધું છે. તેઓ લોકડાઉન દરમિયાન પરિવાર સાથે બીચ ઉપર ગયા હતા. દેશમાં અત્યાર સુધીમાં ૧૫૨૮ કેસ નોંધાયા છે અને ૨૨ લોકોના મોત થયા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
International

ઇઝરાયેલે યમનમાં પાવર સ્ટેશન, બંદરો પર હવાઈ હુમલા શરૂ કર્યા

(એજન્સી)…
Read more
International

ગાઝા પર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની જાતીય હિંસા, ગેંગરેપના પુરાવા : અહેવાલ

(એજન્સી)…
Read more
International

ગાઝા પર યુદ્ધ દરમિયાન ઇઝરાયેલની જાતીય હિંસા, ગેંગરેપના પુરાવા : અહેવાલ

(એજન્સી)…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.