૩૦ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર પોલીસ ઝ્રઇઁહ્લ ટુકડી અને
આર્મી સાથે આવી હતી અને દાવો કર્યો હતો કે ઓપરેશનમાં
આતંકી ઠાર મરાયા છે. બાનો સહિત બે અન્ય યુવકોના
પરિજનો દાવો કરી રહ્યા છે કે જે આતંકીઓની હત્યા
કરવામાં આવી છે તે કોઈ આતંકી નહીં પરંતુ અમારા પરિજનો
છે અને તેમને ફેક એન્કાઉન્ટરમાં ઠાર મારી દેવાયા છે
(એજન્સી) તા.૧
દક્ષિણ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં આવેલા તુરકાવાંગન ગામના રહેવાશી ૫૦ વર્ષીય સારા બાનો કહે છે કે અમારી બીજી કોઈ માગ નથી અમારી ફક્ત એટલી જ માગ છે કે અમને અમારા બાળકોના મૃતદેહ આપી દો બસ. શ્રીનગરના લાવ્યાપોરા ખાતે સરકારી સુરક્ષાદળો દ્વારા એન્કાઉન્ટરમાં સારા બાનોના દીકરા ઝુબેર અહેમદ લોન(૨૪) સહિત બે યુવકોને મોતને ઘાટ ઉતારી દેવાયા હતા. ઝુબેર અહેમદ વ્યવસાયે એક મજૂર હતો જે કડિયાકામ સાથે જોડાયેલો હતો. પાંચ ભાઈઓમાં ઝુબૈર સૌથી નાનો હતો. તેના બે ભાઈ મોહમ્મદ ઈરફાન અને અલ્તાફ અહેમદ જમ્મુ અને કાશ્મીરમાં પોલીસ વિભાગમાં કામ કરે છે અને જ્યારે અન્ય ભાઈ બિઝનેસમેન છે. એક જાણીતા મીડિયા સાથેની વાતચીતમાં બાનોએ કહ્યું કે ૨૯ સપ્ટેમ્બરે મારો દીકરો બપોરે જમ્યા બાદ નીકળી ગયો હતો. તેણે મને કહ્યું હતું કે તે થોડા સમય પછી પાછો આવી જશે. જ્યારે ઝુબૈર સાંજ સુધી ન આવ્યો તો તેના પરિજનોએ તેને કોલ કરવાની શરૂઆત કરી હતી અને જે બંધ આવી રહ્યો હતો. મોહમ્મદ ઈરફાન કહે છે કે સાડા સાત વાગ્યે અમે તેને પહેલો કોલ કર્યો હતો પરંતુ તેનો ફોન બંધ આવી રહ્યો હતો. અમે તેને વારંવાર કોલ કરતા રહ્યા પણ તેનો ફોન બંધ જ આવી રહ્યો હતો. ઈરફાન કહે છે કે અમે આખી રાત સુઈ ના શક્યા. સવારે અમને ગામના સરપંચનો કોલ આવ્યો. સરપંચ જહાંગીર અહેમદ મીરે જણાવ્યું કે ઝુબૈરને એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો છે. આ સમાચાર સાંભળતાની સાથે જ ઝુબૈરનો પરિવાર આઘાત પામી ગયો. તે કહે છે કે અમારે આતંકવાદ સાથે તો કોઈ લેવા દેવા જ નથી. તો પછી આ રીતે એન્કાઉન્ટર કેમ? મીર કહે છે કે ઝુબૈર સામે એક પણ કેસ દાખલ નથી. સ્થાનિક પોલીસ સ્ટેશનનો રેકોર્ડ પણ ચેક કરી શકાય છે. તેના પર કોઈ આતંકવાદ સાથે લિન્ક હોવાનો પુરાવો જ નથી. ૩૦ ડિસેમ્બરે જમ્મુ-કાશ્મીર પોલીસ સીઆરપીએફ ટુકડી અને આર્મી સાથે આવી હતી અને દાવો કર્યો હતો કે ઓપરેશનમાં આતંકી ઠાર મરાયા છે. બાનો સહિત બે અન્ય યુવકોના પરિજનો દાવો કરી રહ્યા છે કે જે આતંકીઓની હત્યા કરવામાં આવી છે તે કોઈ આતંકી નહીં પરંતુ અમારા પરિજનો છે અને તેમને ફેક એન્કાઉન્ટરમાં ઠાર મારી દેવાયા છે.