(એજન્સી) તા.૪
પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ ધ્રુવ કુમાર ઉર્ફે બેચાઈ (૬૦) તરીકે થઈ છે, જે એક નિર્માણાધીન ઇમારતની રક્ષા કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, અહીં કેટલાક અજાણ્યા લોકોએ એક દલિત સુરક્ષા ગાર્ડને કથિત રીતે માર માર્યો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, મૃત્યુ પામેલા વ્યક્તિની ઓળખ ધ્રુવ કુમાર ઉર્ફે બેચાઈ (૬૦) તરીકે થઈ હતી, જે એક નિર્માણાધીન ઇમારતની રક્ષા કરી રહ્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે, કુમારને લોખંડના સળિયા અને લાકડીઓથી માર મારવામાં આવ્યો હતો. સ્થાનિક લોકોએ તેને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો અને તેને જિલ્લા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું. અધિક પોલીસ અધિક્ષક મધુવન કુમાર સિંહે જણાવ્યું હતું કે અજાણ્યા વ્યક્તિઓ સામે કેસ નોંધવામાં આવ્યો છે અને પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.