National

અસંગઠિત ક્ષેત્ર માટે અકસીર ઈલાજ તરીકે વેચાયેલ એક મૃગજળ

 

(એજન્સી) તા.૮
આ વર્ષે ઓક્ટોબરમાં ધ હિન્દુ સાથેની મુલાકાતમાં કેન્દ્રીય શ્રમ પ્રધાને દાવો કર્યો હતો કે ચાર મજૂર સંહિતા રોજગાર પેદા કરશે અને કામદારોના મૂળભૂત અધિકારને સુરક્ષિત કરશે. તેમણે એવો દાવો પણ કર્યો હતો કે મજૂર સંહિતા કામદારોના લઘુતમ વેતન અને સામાજિક સુરક્ષાના હક માટે વૈશ્વિકરણ લાવવા માંગે છે. આ બધા કામદારોના પરિપ્રેક્ષ્યથી અત્યંત સકારાત્મક પગલાં લાગે છે. તો પછી, ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા ભારતીય મઝદુર સંઘ સહિત અન્ય સંગઠનો આ મજૂર સંહિતાનું સર્વવ્યાપક સ્વાગત કેમ નથી કરતા ?
સાર્વત્રિક સામાજિક સુરક્ષા
ચાલો પ્રથમ સાર્વત્રિક સામાજિક સુરક્ષાના દાવાને જોઈએ. ફક્ત ૧૦ કે તેથી વધુ કામદારોવાળી સંસ્થાને આનો લાભ થશે. આનાથી લગભગ ૮૦% ભારતીય કામદારો – જે અનૌપચારિક ક્ષેત્રના છે- છૂટી જશે. બાકીના ૨૦% કામદારો માટે ઈજીૈં કવરેજનો અર્થ શું છે ? ૨૦૧૬માં, ઈજીૈંએ ૨.૧ કરોડ કામદારોને આવરી લીધા હતા; આ માર્ચ ૨૦૧૯ સુધીમાં સંખ્યા વધીને ૩.૬ કરોડ થઈ ગઇ છે. ઈજીૈંને તાકીદે ડોક્ટર અને પેરામેડિકલ તાકાતમાં વધારો કરવાની જરૂર છે, તેમ છતાં, ‘ઈઝ ઓફ બિઝનેસ’ના હિતમાં, ઈજીૈંમાં એમ્પ્લોયર વત્તા કર્મચારીનું યોગદાન જુલાઈ ૨૦૧૯થી ૬.૫%થી ઘટાડીને ૪% કરવામાં આવ્યું. જ્યારે હોસ્પિટલો અને દવાખાનાઓની ઉપલબ્ધ ક્ષમતા સ્પષ્ટ રીતે અપૂરતી હશે. આ ચિત્રની બીજી બાજુ પણ છે. ઈજીૈં કવરેજ દેશમાં ઔદ્યોગિક વિકાસના નકશાને અનુસરે છે. આમ, કર્ણાટક અને તમિલનાડુ જેવા ઔદ્યોગિક રાજ્યોમાં, ઈજીૈંએ ૨૦૧૬માં આશરે ૨૦% વસ્તીને લાભાર્થી તરીકે આવરી લીધી; તેને અનુરૂપ આંકડો બિહાર માટે માત્ર ૦.૭% હતો. ખરેખર બિહારમાં કવરેજ વધારવાની શક્યતા દૂરસ્થ છે. નવા કોડ્‌સ રજૂ કરતી વખતે સરકારે અનેક સેસ આધારિત કલ્યાણકારી યોજનાઓ પણ કાઢી નાખી છે. જેમકે બીડી વર્કર્સ વેલ્ફેર બોર્ડ.
લઘુતમ વેતનનું વચન
સાર્વત્રિક કવરેજ માટેનો બીજો દાવો ન્યુનત્તમ વેતનનો હતો. શ્રમ પ્રધાને ૨૦૧૯માં રોજ રૂા.૧૭૮નું ફ્લોર વેતન જાહેર કર્યું હતું; અને તાજેતરમાં નાણાં પ્રધાને રૂા.૨૦૨ની જાહેરાત કરી, જે ગરીબી રેખાથી પણ નીચેનું વેતન છે.
સરકારના ખરા રંગો સ્પષ્ટપણે પ્રગટ થઇ ગયા છે. આ બધા કોડ્‌સ, રોજગારની સ્થિતિમાં સુધારો કરવાને બદલે ‘ઈઝ ઓફ ડુઇંગ બિઝનેસ’ રેન્કિંગમાં સુધારો કરવા માટે છે. અસંગઠિત ક્ષેત્રના કામદારો માટે પરીકથાના વચનોનો સમૂહ, જે એક મૃગજળ સિવાય કંઈ નથી.
– મોહન મણિ અને બાબુ મેથ્યુ
(સૌ. : ધ હિન્દુ)

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  રાજકોટ પછી દિલ્હીની હોસ્પિટલ સળગી, ૭ નવજાતનાં મોત

  દિલ્હીની વિવેકવિહારમાં આવેલી ન્યુ…
  Read more
  NationalPolitics

  ‘‘મારો દીકરો તમને સોંપું છું’’ : રાયબરેલીમાં સોનિયાની ભાવુક અપીલ

  રાયબરેલીમાં સોનિયા ગાંધી સાથે…
  Read more
  National

  બુરખો પહેરેલી પ્રશંસકને ગળેભેટવાનું શાહરૂખ ખાને ટાળી લોકોના દિલ જીત્યાં, વીડિયો વાયરલ થયો

  (એજન્સી) તા.૧૭બોલિવૂડ સુપરસ્ટાર…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.