યુદ્ધને કારણે તૂટેલા ફૂટેલા મકાનોમાં વસવાટ કરવા પાછા આવ્યા લોકો
(એજન્સી) તા.૪
સીરિયામાં અસદ શાસનનનું પતન થયા પછી અત્યાર સુધીમાં એક લાખ ૧૫ હજાર જેટલા નાગરિકો વતન પરત આવ્યા હોવાનું યુનો રેફ્યુજી એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. યુનો અહેવાલ જણાવે છે કે દેશ છોડીને જોર્ડન, તુર્કી અને લેબેનોન પહોંચી ગયેલા નાગરિકો હવે અસદ શાસન ગયા પછી સીરિયા પરત આવી ગયા છે અને હજુ વધુ આવી રહ્યા છે. એજન્સી દ્વારા સરહદ પરના નિરીક્ષણ અને યજમાન દેશો પાસેથી મળેલી વિગતોના આધારે અને ઈમિગ્રેશનના ડેટા જોયા પછી આ નિવેદન કર્યું છે.