National

આંધ્રના મુખ્યમંત્રીનો CJIને પત્ર : સુુપ્રીમના જજ રમન્ના હાઈકોર્ટને પ્રભાવિત કરતાં હોવાનો આક્ષેપ

આગામી CJI પદના દાવેદાર જસ્ટિશ રમન્ના અને ચંદ્રબાબુએ આંધ્રપ્રદેશ સરકારને ઉથલાવવાનું ષડયંત્ર રચ્યું છે, જેમાં વડી અદાલતના કેટલાક જજો પણ સામેલ : મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીનો સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને લખેલા પત્રમાં ચોંકાવનારો આરોપ

દેશના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા ન્યાયતંત્ર સામે ગંભીર આરોપો કરાતાં ખળભળાટ : આંધ્રપ્રદેેશના ન્યાયક્ષેત્રે તટસ્થતા જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવા જગન મોહન રેડ્ડીની દેશના મુખ્ય ન્યાયમૂર્તિ શરદ અરવિંદ બોબડેને અપીલ

(એજન્સી) અમરાવતી, તા.૧૧
દક્ષિણના પ્રાંત આંધ્રપ્રદેશમાં રાજ્કીય ભૂકંપ સર્જાયો છે. રાજ્યના મુખ્યમંત્રી જગન મોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને પત્ર લખી સનસનાટીપૂર્ણ આરોપો લગાવતાં ખળભળાટ મચી ગયો છે. છેલ્લા કેટલાક સમયથી ભાજપના નેતૃત્વવાળા એનડીએ સાથે નિકટા વધારનારા જગને દેશના મુખ્ય ન્યાયમૂર્તિ (સીજેઆઈ) શરદ અરવિંદ બોબડેને લખેલા પત્રમાં એવો ગંભીર આરોપ લગાવ્યો હતો કે, સર્વોચ્ચ અદાલતના ન્યાયધીશ રમન્ના અને રાજ્યના પૂ્‌ર્વ મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ મારી સરકાર ઉથલાવવા માટે કાવતરૂં ઘડયું હતું. તેમજ જસ્ટીશ રમન્ના રાજ્યની હાઈકોટની સિટિંગને અસર કરવાનો પ્રયાસ કરી રહ્યાં છે, જેમાં સન્માનિય જજોના રોસ્ટર પણ સામેલ છે. આઠ પાનાના પત્રમાં તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે, વિપક્ષ તેલુગ દેશમ પાર્ટીના કેસો કેટલાક ચોક્કસ જજોને આપવામાં આવે છે. અત્રે ઉલ્લેખનિય છે કે, જસ્ટિશ રમન્ના સુપ્રીમ કોર્ટના આગામી મુખ્ય ન્યાયમૂર્તિ પદ માટેના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે. જગન મોહન રેડ્ડીએ દેશના ન્યાયતંત્ર સામે કરેલા ગંભીર આરોપોને કારણે ન્યાય પ્રણાલી સામે સવાલો પેદા થયા છે. જસ્ટિશ રમન્ના ચંદ્રબાબુના નેતૃત્વવાળી સરકારમાં કાયદાકીય સલાહકાર અને અધિક એડવોકેટ જનરલના પદે હતા. તેમણે જણાવ્યું હતું કે, સરકાર ઉથલાવવામાં રાજ્યની વડી અદાલતના કેટલાક જજો પણ સાથ આપી રહ્યાં છે. જગને સીજેઆઈને અનુરોધ કર્યો છે કે, આંધ્રપ્રદેેશના ન્યાયક્ષેત્રે તટસ્થા જળવાઈ રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે. દેશના ઈતિહાસમાં પહેલી વખત એવું બન્યુ છે કે, કોઈ રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિને જજની ફરિયાદ કરતો પત્ર લખવામાં આવ્યો હોય.
આંધ્રપ્રદેશના સીએમએ સુપ્રીમ કોર્ટના જજ પર સરકાર પાડવાના પ્રયાસનો આરોપ લગાવ્યો છે. જીઝ્રના જસ્ટિસ રમન્ના પર ગંભીર આરોપ લગાવ્યા બાદ ઝ્રસ્ જગનમોહન રેડ્ડીએ ઝ્રત્નૈં બોબડેને પત્ર પણ લખ્યો છે. જેમાં ઝ્રસ્ જગનમોહન રેડ્ડીએ લખ્યું છે કે ચંદ્રબાબૂ સાથે મળી સુપ્રીમ કોર્ટના જજ સરકાર પાડવામાં લાગ્યા છે. જસ્ટિસ રમન્નાની દીકરીઓ જમીનની લે-વેચમાં સામેલ હોવાનો આક્ષેપ પણ કર્યો છે. આ સાથે ચંદ્રબાબુ સાથે સંકળાયેલા કેસમાં મદદ કરવાનો આરોપ મૂક્યો છે.
આંધ્રપ્રદેશના સીએમ જગનમોહન રેડ્ડીએ સુપ્રીમ કોર્ટના જસ્ટીસ એનવી રમન્ના પર ગંભીર આરોપ લગાવતાં ઝ્રત્નૈં જસ્ટિસ બોર્ડને ૬ ઓક્ટોબરે પત્ર લખ્યો છે. જેમાં તેઓએ આરોપ લગાવ્યો છે કે જસ્ટિસ રમન્નાની દીકરીઓ જમીનની લે-વેચમાં સામેલ રહી અને તેઓએ પૂર્વ સીએમ ચંદ્રબાબુ નાયડુની સાથે મળીને સરકાર પાડવાનો પ્રયાસ કર્યો છે.
ઝ્રત્નૈંને આ પત્ર ૬ તારીખે લખાયો હતો. તેને હૈદરાબાદમાં મીડિયાની સામે જગનમોહનના મુખ્ય સલાહકાર અજેય કલ્લમની તરફથી જાહેર કરાયો હતો. પત્રમાં તે પ્રસંગોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જ્યારે તેલુગુદેશમ પાર્ટીની સાથે જોડાયેલા કેટલાક કેસ સન્માનીય ન્યાયાધીશોને સોંપવામાં આવ્યા હતા. આ સિવાય એમ પણ કહેવામાં આવ્યું છે કે ’વાયએસઆર કોંગ્રેસ પાર્ટીએ મે ૨૦૧૯માં સત્તા સંભાળી ત્યારથી ચંદ્રબાબુ નાયડુની સરકારના જૂન ૨૦૧૪ થી મે ૨૦૧૯ દરમિયાન થયેલા તમામ સોદાઓની તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. ત્યારથી જસ્ટિસ એન.વી. રમન્ના રાજ્યમાં ન્યાયના વહીવટને પ્રભાવિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો છે કે હાઈકોર્ટે ભૂતપૂર્વ રાજ્યના એડવોકેટ જનરલ દમ્મલપતિ શ્રીનિવાસને જમીન વ્યવહાર અંગેની તપાસ પર સ્ટે આપ્યો હતો, જ્યારે એન્ટી કરપ્શન બ્યુરોએ તેમની વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરી હતી. ૧૫ સપ્ટેમ્બરના રોજ હાઈકોર્ટે મીડિયાને એસીબી દ્વારા ભૂતપૂર્વ એડવોકેટ જનરલ પર નોંધાવેલ એફઆઈઆરની વિગતો જણાવતા અટકાવ્યો હતો. આ એફઆઇઆર શ્રીનિવાસ સામે અમરાવતીમાં જમીન ખરીદવા બદલ દાખલ કરવામાં આવી હતી. દેશમાં એેવું પહેલીવાર બન્યું છે કે કોઈ મુખ્યમંત્રીએ સુપ્રીમ કોર્ટના જજની વિરુદ્ધમાં ચીફ જસ્ટિસને ફરિયાદ કરી હોય. તેમાં ન્યાય સિસ્ટમને પ્રભાવિત કરવાની વાત કરાઈ છે.જગને ઝ્રત્નૈંને આંધ્રપ્રદેશમાં ન્યાયની તટસ્થતાને જાળવી રાખવાનો અનુરોધ કર્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.

  1 Comment

  Comments are closed.