International

આઇએસના પતન બાદ પેલેસ્ટીન ફરીથી મુસ્લિમ દેશો માટે ટોચનો મુદ્દો : રુહાની

(એજન્સી) તા.૧૭
ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાનના રાષ્ટ્રપતિ હસન રુહાનીએ કહ્યું કે ઇસ્લામિક જગતની મુશ્કેલીઓ કોઇ વિદેશી સત્તાઓની મદદથી ઉકેલાવાની નથી. તેમણે તહેરાનમાં આયોજિત ઇસ્લામી સહયોગ સંગઠનના સભ્ય દેશોની સંસદના સંઘના તેરમાં સંમેલનમાં કહ્યું કે આઇએસના પતન બાદ પેલેસ્ટીન ફરીથી મુસ્લિમ દેશો માટે પ્રાથમિકતાનો મુદ્દો બની ગયો છે. રાષ્ટ્રપતિ ડો.હસન રુહાનીએ મંગળવારે આ બે દિવસના સંમેલનમાં જેમાં ૪૧ સભ્ય દેશોએ ભાગ લીધો હતો ત્યાં કહ્યું કે ઇરાન બધા દેશોની ક્ષેત્રીય અખંડિતતા તથા રાજનૈતિક સ્વાધિનતાનું સન્માન કરે છે અને તે માને છે કે ઇસ્લામિક જગતની તમામ મુશ્કેલીઓ ઇસ્લામિક દેશો પરસ્પર સહયોગ કરીને જ ઉકેલી શકે છે. તેમણે એ વાત પર ઇશારો કરતાં કહ્યું કે કેટલાક દેશો અમેરિકા તથા યહૂદી શાસનની ઉશ્કેરણી હેઠળ ઇસ્લામિક દેશો વચ્ચે ફૂટ પાડવાનું કામ કરી રહ્યું છે. તેમણે કહ્યું કે પશ્ચિમ એશિયામાં સુરક્ષા તથા સ્થિરતાના ખરાબ હોવાનું મુખ્ય કારણ પેલેસ્ટીનના યહૂદી શાસન દ્વારા જારી કબજો કરવાની નીતિ, આ શાસનને અમેરિકા તરફથી ખુલ્લો ટેકો અને પેલેસ્ટીનીઓના અલ અક્સા મસ્જિદના રાજધાનીવાળા એક સ્વાધીન સરકારના ગઠનના મૂળ અધિકારથી વંચિત થઇ જવું છે. આ પ્રસંગે ઇરાનના રાષ્ટ્રપતિએ ઇરાકની સંસદ સભાપતિ સલીમ અલજબૂરી સાથેની મુલાકાતમાં કહ્યું કે ઇરાન અખંડ ઇરાકનું સમર્થન કરે છે. તેમણે ઇરાકી જનતા વચ્ચે ફૂટ પાડવાનો પ્રયાસ કરવાના શત્રુઓના ષડયંત્રને નિષ્ફળ બનાવવાનો પણ ઉલ્લેખ કર્યો. ડોક્ટર હસન રુહાનીએ મંગળવારની બેઠકમાં ઇરાન તરફથી ઇરાક સરકાર તથા રાષ્ટ્રને હંમેશા ટેકો આપવાની જાહેરાત કરતાં કહ્યું કે અમને આશા છે કે ઇરાકી રાષ્ટ્ર સ્વતંત્ર ચૂંટણીમાં ભાગ લઇને આ દેશમાં પ્રજાતંત્રના ઇતિહાસમાં ફરી એક કારનામું કરી બતાવશે. ૧૩માં સેશનમાં રુહાનીએ સંબોધન કરતાં ઇસ્લામિક દેશોએ આઇએસ નામના આતંકી સંગઠનને સારો એવો પરાજયનો સ્વાદ ચખાડ્યો. હવે તમામ દેશો માટે ફક્ત પેલેસ્ટીન જ સૌથી વધુ પ્રાથમિકતા ધરાવતો મુદ્દો છે. રુહાની એક કહ્યું કે આઇએસના આતંકીઓએ ઇસ્લામ ધર્મને અપમાનિત કરવાનું કામ કર્યું. ઇરાક અને સીરિયામાં આ લોકોએ કાળો કેર વર્તાવ્યો અને હવે આ સંગઠનનંુ અંત થઈ ગયું છે ત્યારે તેના ગણતરીના આતંકીઓને પણ ઠાર મારવામાં આવશે. તેમણે કહ્યું કે ઇરાન કોઇપણ દેશને પોતાના હરીફ તરીકે સંબોધતો નથી કે એવા દૃષ્ટિકોણથી જોત. તેમણે કહ્યું ઇરાન તમામ દેશો સાથે સહયોગ કરીને, વાટાઘાટો કરીને તથા એકબીજા દેશના પરસ્પર સંબંધોને હિતોને ધ્યાનમાં આગળ રાખીને વધવામાં માને છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  International

  સીરિયામાં ઇરાની વાણિજ્યવાસ પર ઇઝરાયેલનાહુમલાથી નજીકના કેનેડિયન મિશનને નુકસાન

  (એજન્સી) તેહરાન, તા.૧૩કેનેડાના વિદેશ…
  Read more
  International

  ઇઝરાયેલને પેલેસ્ટીની કેદી વાલિદ દક્કાહનુંશબ પરત કરવા એમ્નેસ્ટીની હાકલ

  (એજન્સી) તા.૧૩માનવાધિકાર સંગઠન…
  Read more
  International

  ઇઝરાયેલી હાઇકોર્ટે અરબ ઇઝરાયેલી નાગરિકોને લશ્કરી સેવામાં ભરતી કરવાની અરજી ફગાવી દીધી

  (એજન્સી) જેરૂસલેમ, તા.૧૩ઇઝરાયેલન…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.