Sports

આઈપીએલમાં શિખર ધવનની સતત બીજી સદી રાહુલની ઓરેન્જ કેપને ધવને કરી ચેલેન્જ, ચાર મેચમાં ફટકાર્યા ૩૩૩ રન

 

દુબઈ,તા.૨૧
જેમ જેમ ઇન્ડિયન પ્રીમિયર લીગની સીઝન જોર પકડતી જાય છે તેમ તેમ મેચનો રોમાંચ પણ વધી રહ્યો છે. આઈપીએલ પોઇન્ટ્‌સ ટેબલની સ્થિતિ દરેક મેચ સાથે બદલાતી રહે છે. ઓરેન્જ કેપ અને પર્પલ કેપમાં પણ ફેરફારો જોવા મળી રહ્યા છે. કિંગ્સ ઇલેવન પંજાબ કદાચ આ સીઝનની શરૂઆતથી જ પોઇન્ટ ટેબલના તળિયે રહ્યું હશે, પરંતુ તેના બે ખેલાડીઓએ ઓરેન્જ કેપ રેસમાં ટોચનું સ્થાન જારી રાખ્યું છે. પંજાબના કેપ્ટન કેએલ રાહુલ અને ઓપનર મયંક અગ્રવાલ સર્વોચ્ચ સ્કોરિંગ ખેલાડીઓની રેસમાં આગળ છે, પરંતુ દિલ્હી કેપિટલના ઓપનર શિખર ધવને રાહુલને બેક ટુ બેક બે સદી ફટકારી ચેલેન્જ આપી છે. કેએલ રાહુલે પણ આ સિઝનમાં ૫૦૦ રનનો આંકડો પાર કર્યો હતો. આ સાથે, તે આઈપીએલની સતત ત્રણ સીઝનમાં ૫૦૦નો આંકડો પાર કરનાર એકમાત્ર બેટ્‌સમેન બન્યો. વર્તમાન સીઝનમાં બીજો કોઈ પણ બેટ્‌સમેન ૫૦૦ના આંકડા સુધી પહોંચ્યો નથી. આ સિવાય રાહુલ વિશ્વનો પહેલો બેટ્‌સમેન બની ગયો છે જેણે આઈપીએલની બેક-ટૂ-બેક ત્રણ સીઝનમાં ૫૦૦+ રન બનાવ્યા છે. રાહુલે ૨૦૧૮ માં ૬૫૯, ૨૦૧૯ માં ૫૯૩ રન બનાવ્યા હતા. આ સીઝનમાં તેણે ૧૦ મેચમાં ૬૭.૫૦ ની સરેરાશથી ૫૪૦ રન બનાવ્યા છે. શિખર ધવન ઓરેન્જ કેપ રેસમાં બીજા નંબરે દિલ્હી કેપિટલ્સ માટે સતત બીજી સદી ફટકારી પહોંચી ગયો છે. ધવને ૧૦ મેચમાં ૬૬.૪૨ ની સરેરાશથી ૪૬૫ રન બનાવ્યા છે. તે જ સમયે, પંજાબના ઓપનર મયંક અગ્રવાલ આ યાદીમાં ત્રીજા નંબરે આવ્યો છે જેણે ૧૦ મેચમાં ૩૯.૮૦ની સરેરાશથી ૩૯૮ રન બનાવ્યા છે. ધવને બેક-ટૂ-બેક સદીથી મયંકને નીચે ધકેલી દીધો છે અને હવે કેએલ રાહુલનો મુકાબલો કરવા તૈયાર છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Sports

    એકતરફી મુકાબલામાં કોલકાતાએ હૈદરાબાદ સામે ૮ વિકેટથી વિજ મેળવ્યો હૈદરાબાદને કચડી કોલકાતા ત્રીજીવાર IPL ચેમ્પિયન

    હૈદરાબાદ ૧૧૩ રનમાં જ સમેટાઇ ગયું…
    Read more
    Sports

    પિતા પોલીસમાં સિંઘમ, પુત્ર બોલરો માટે વિલન… આવું જબરદસ્ત છે શશાંક સિંહનું ક્રિકેટ કરિયર

    પંજાબ કિંગ્સના બેટ્‌સમેન શશાંક સિંહે…
    Read more
    Sports

    કે.એલ. રાહુલ અને શુભમન ગિલનું પત્તું કપાયું, શિવમ દુબેને તક મળીટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત

    રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.