Site icon Gujarat Today

આઈપીએલ-૨૦૧૯ : મુંબઈ ઇન્ડિયન્સે ડિ કોકને આરસીબી પાસેથી રૂ.૨.૮ કરોડમાં ખરીદ્યો

મુંબઈ,તા.૨૦
દક્ષિણ આફ્રિકાનો વિકેટકીપર-ઓપનિંગ બેટ્‌સમેન ક્વિન્ટન ડિ કોક આઇપીએલ-૨૦૧૯ પહેલાં પોતાની વર્તમાન ટીમ રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (આરસીબી)નો સાથ છોડી મુંબઈ ઇન્ડિયન્સ સાથે જોડાઈ ગયો છે. વર્ષ ૨૦૧૮માં આઇપીએલ હરાજીમાં ડિ કોકને આરસીબીએ ૨.૮ કરોડ રૂપિયામાં ખરીદ્યો હતો. મુંબઈ ટીમે ડિ કોકને એ જ રકમ પર પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ડિ કોકને ટીમમાં સામેલ કરવા માટે મુંબઈ ઇન્ડિયન્સે મોટો નિર્ણય કરતાં બાંગ્લાદેશના ફાસ્ટ બોલર મુસ્તફિઝુર રહેમાન અને શ્રીલંકાના સ્પિનર અકિલા ધનંજયને આઇપીએલ-૨૦૧૯ પહેલાં ટીમમાંથી રિલીઝ કરી દીધા છે.
૨૦૧૮માં ડિ કોકને આરસીબી તરફથી રમવાની તક મળી એ દરમિયાન તેણે ૧૨૪.૦૭ના સ્ટ્રાઇક રેટથી ૨૦૧ રન બનાવ્યા હતા, જેમાં એક અર્ધસદી સામેલ હતી.
મુંબઈ ઇન્ડિયન્સ પાસે ડિ કોકની પહેલાં બે વિકેટકીપર-ઈશાન કિશન અને આદિત્ય તરે હતા જ. હવે ડિ કોકને ટીમમાં સામેલ કરવો એ મુંબઈની એક ખાસ રણનીતિ હોઈ શકે છે.

Exit mobile version