વેલિંગ્ટન, તા. ૨૩
ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (સી.એ.) એ સ્પષ્ટતા કરી છે કે ન્યુઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વિરૂદ્ધ ટ્વેન્ટી-ર૦ સિરીઝમાં થયેલા વિજય છતાં ઓસ્ટ્રેલિયા નહીં પણ પાકિસ્તાન ટ્વેન્ટી-ર૦ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ સપ્તાહ કહ્યું હતું કે ત્રિકોણીય સિરીઝમાં અપરાજીત રહેવા પર ટીમ રેન્કિંગમાં નંબર વન બની જશે. ઓસ્ટ્રેલિયાએ ઓકલેન્ડમાં ન્યુઝીલેન્ડને ૧૯ રને હરાવી સિરીઝ જીતી હતી. ક્લેરીકલ ભૂલના કારણે ગણતરીમાં ભૂલ થઈ અને પાકિસ્તાન હજી પણ રેન્કિંગમાં ટોચના સ્થાને છે. રેન્કિંગ રાઉન્ડ ઓફ કરવા પર ઓસ્ટ્રેલિયાના ૧રપ-૬પ પોઈન્ટ હતા અને પાકિસ્તાનના ૧રપ-૮૪ પોઈન્ટ એટલે કે ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનથી ૦-૧૯ પોઈન્ટ પાછળ છે.