National

આગાઝ ફાઉન્ડેશન દ્વારા કઠુઆ રેપ એન્ડ મર્ડર પીડિતાની યાદમાં સ્કોલરશીપ જાહેર કરાઈ

(એજન્સી) લખનૌ, તા.ર૪
કઠુઆમાં ૮ વર્ષની બાળકી પર રેપ અને હત્યા બાદ તેની યાદમાં લખનૌના આગાઝ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ માટે સ્કોલરશીપ યોજના જાહેર કરી છે. આ સંસ્થા શૈક્ષણિક પ્રવૃત્તિઓ ચલાવે છે. સ્કોલરશીપનું નામ ‘આસિફા મેમોરિયલ સ્કોલરશીપ’ રખાયું છે. આ યોજના અન્વયે બે સગીર છોકરીઓને અભ્યાસ પૂરો કરવા પ૦ હજાર સુધી મદદ કરાશે. ૧૮ વર્ષની નીચેની ભારતીય વિદ્યાર્થિનીને મળશે અને તે લઘુમતી સમુદાયની હોવી જોઈએ. અનાથ બાળકી કાશ્મીરની વતની અને પીડિત પરિવારને પસંદગી અપાશે. રસ ધરાવતી વિદ્યાર્થિનીએ શૈક્ષણિક અને આવકના પુરાવા સાથે વિગતવાર તા.૧૦ જૂન ર૦૧૮ પહેલાં aaghaz. foundation@gmail.com પર અરજી ઈમેલ કરવાની રહેશે તેમ સંસ્થાની યાદી જણાવે છે. અગાઉ વેમુલા મેમોરિયલ સ્કોલરશીપ ર૦૧૬માં જાહેર કરાઈ છે.