National

આઝાદીના ૭૦ વર્ષ બાદ પણ કઠુઆ જેવી ઘટના શરમજનક : રાષ્ટ્રપતિ

(એજન્સી) નવી દિલ્હી, તા.૧૮
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આજે કઠુઆ અને ઉન્નાવ જેવી દુષ્કર્મની ઘટનાઓ અંગે ઘેરૂ દુઃખ વ્યક્ત કરતા કહ્યું હતું કે, દેશના કોઇપણ રાજ્યમાં અને કોઇ પણ ભાગમાં બનતી આવી ઘટનાઓ શરમજનક છે. જમ્મુ-કાશ્મીરના કટરામાં વૈશ્ણોદેવી યુનિવર્સિટીના છઠ્ઠા દિક્ષાંત સમારોહ રાષ્ટ્રપતિ રામનાથ કોવિદે ભારતના સભ્ય સમાજ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આપણે વિચારીએ કે સમાજ ક્યાં જઇ રહ્યો છે. બાળકીઓની સુરક્ષા રાજ્યોની મહત્વની ભૂમિકા છે. દેશના કોઇને કોઇ ખુણામાં આપણા બાળકો કોઇને કોઇ જઘન્ય અપરાધનો શિકાર બની રહ્યા છીએ. તાજેતરમાં જ એક માસૂમ બાળકી આવી બર્બરતા અને નિર્મમ હત્યાનો શિકાર બની છે જેની કલ્પના પણ કરી શકાય તેમ નથી. સ્વતંત્રના ૭૦ વર્ષ બાદ પણ દેશના કોઇ પણ ભાગમાં આવી ઘટનાઓ બને તે વાસ્તવમાં આપણા માટે શરમજનક વાત છે. આપણે બધાએ વિચારવાનું છે કે આપણે ક્યાં જઇ રહ્યા છીએ. આપણે આ કેવો સમાજ બનાવી રહ્યા છીએ ? આપણે આપણી બાવિ પેઢીને શું આપી રહ્યા છીએ ? રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, મારૂ માનવું છે કે, દુનિયામાં કોઇ સુંદર વસ્તુ હોય તો તે માસૂમ બાળકોનું સ્મિત અને સમાજની સફળતા તથા આપણા બાળકો સુરક્ષિત રહે તે છે. બાળકોને સુરક્ષા આપવી અને સુરક્ષિત હોવાનો આભાસ કરાવવો એ આપણી પહેલી ફરજ છે. તેમણે કહ્યું કે કોમનવેલ્થ ગેમ્સમાં ભારત તરફથી સૌથી વધુ ચંદ્રક એક પુત્રીએ જ મેળવ્યા છે. દિલ્હીની મનિકા બત્રાએ બે સુવર્ણ ચંદ્રક સહિત કુલ ચાર ચંદ્રક જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે. ભારતના ખૂણે-ખૂણામાં પોતાની રમતના કૌશલ્યને નિખારી પુત્રીઓએ સુવર્ણ ચંદ્રક જીત્યા છે. અને બીજી તરફ દેશની બાળકીઓ આવા નરાધમ કૃત્યનો શિકાર બની રહી છે. આ દરમિયાન સમારોહમાંહાજર રહેલા જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિએ પણ સવાલ કર્યો હતો કે, આપણા સમાજને આ શું થઇ ગયું છે. એક નાનકડી બાળકી સાથે આવી ક્રૂર ઘટના કોઇ કેવી રીતે અંજામ આપી શકે છે. કટરામાં યોજાયેલા આ દિક્ષાંત સમારોહમાં રાષ્ટ્રપતિને રાજ્યપાલ એન.એન. વોરાએ આવકાર્યા હતા જેમાં મુખ્યમંત્રી મહેબૂબા મુફ્તિ અને વિધાનસભાના સ્પીકર કવિંદર ગુપ્તા પણ હાજર હતા.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.