Gujarat

આડા સંબંધો ધરાવતા પતિએ આત્મહત્યાનું નાટક કર્યાનો પત્નીનો આક્ષેપ

ભાવનગર, તા. ર૧
બે દિવસ પૂર્વે ચિત્રા, મસ્તરામબાપાના મંદિર પાછળ રહેતા સંજયભાઈ જેન્તીભાઈ મોજીદ્રા (ઉ.વ.૪૦)ના એ પિતા, પત્નિ અને પુત્રના માનસિક ત્રાસથી પિલગાર્ડનમાં જઈ ગત તા. ૧૯મીના રોજ ઝેરી દવા પી આત્મહત્યાની કોશિશ કરતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો હતો. દરમ્યાનમાં સંજયભાઈના પત્ની ચંદ્રિકાબેન દ્વારા જિલ્લા પોલીસ વડાને આપવામાં આવેલી અરજીમાં જણાવ્યું હતું કે તેણીના પતિ સંજયભાઈને ખેડૂતવાસ વિસ્તારની સવિતા નામની મહિલા સાથે આડા સંબંધો હોઈ બંને મૈત્રી કરારથી સાથે રહેતા હાઈ અમોએ તેનો વિરોધ કરતા સંજયભાઈ વારંવાર અમોને તેમજ મારા સાસુ-સસરા તેમજ સંતાનો પર ત્રાસ ગુજારતા અંગે મહિલા પોલીસ મથકમાં અરજી કરી હતી. અમે મહિલા પોલીસ મથકમાં પતિ સંજયભાઈ વિરૂદ્ધ અરજી કર્યાની જાણ થતા માત્રને માત્ર અમારા પણ દબાણ લાવવાના હેતુથી જ પતિ સંજયભાઈએ દવા પી આત્મહત્યા કરવાનું નાટક કર્યું હોઈ જેમાં તેની મદદગીરી કરનાર તેનો મિત્ર વિનોદ મનસુખભાઈ મોજીદ્રા પણ સામેલ હોઈ અમો તેમજ અમારા સાસુ-સસરા પર ત્રાસ ગુજારનાર સંજયભાઈ જેન્તીભાઈ મોજીદ્રા વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવી તેમ અરજીના અંતમાં ચંદ્રિકાબેને જણાવ્યું હતું.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.