Gujarat

આણંદમાં અકસ્માતના બે બનાવમાં બેનાં મોત : બેને ગંભીર ઈજા

(સંવાદદાતા દ્વારા) આણંદ તા.૧૧
આણંદ જિલ્લાનાં પેટલાદ પંથકમાં ગતરાત્રીના સુમારે જુદાજુદા બે વાહન અકસ્માતોના બનાવમાં એકનું મોત નિપજ્યું હતું જ્યારે બે વ્યક્તિઓને ઈજાઓ પહોંચી હતી આ બંન્ને બનાવો અંગે પેટલાદ રૂરલ પોલીસને જાણ થતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર પેટલાદ તાલુકાના રંગાઈપુરામાં ભાથીજી મંદિરવાળા ફળીયામાં રહેતા અજયભાઈ પ્રવિણભાઈ પરમાર ઉ.વ.૨૩ પોતાના બે મિત્રો પરેશભાઈ ગીરીશભાઈ ઉ.વ.૨૨ અને જીગ્નેશભાઈ અંબાલાલ પરમાર ઉ.વ.૨૫ મોટરસાયકલ લઈને ગતરાત્રીના નવ વાગ્યાના સુમારે ટેલરપુરા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે જતા બાઈક પરથી ચાલક અજયભાઈ કાબુ ગુમાવી દેતા રોડની સાઈડમાં ઝાડ સાથે બાઈક અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં બાઈકચાલક અજયભાઈ પરમારને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું મોત નિપજ્યું હતું જ્યારે પરેશભાઈ અને જીગ્નેશભાઈને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.આ બનાવ અંગે પ્રવિણભાઈ રમણભાઈ પરમારની ફરીયાદના આધારે પોલીસે બાઈકચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બીજા બનાવમાં વડોદરામાં રાધારોડ લાઈન્સમાં રહેતા હેમંતસિંહ કાલુસિંહ રાજપુત પોતાની ટ્રક લઈને ગતરાત્રીના સુમારે ધર્મજથી તારાપુર જતા રોડ ઉપર માણેજ સીમમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કિરીટભાઈ નટવરલાલ પટેલ ઉ.વ.૪૦ રહે.કાવી તા.જંબુસરનાએ પોતાની આઈશર ટ્રક પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી આગળ જતા વાહનની ઓવરટેક કરીને હેમંતસિહની ટ્રક સાથે અથડાવી દેતા સર્જાયેલા અકસ્માતમાં બંન્ને ટ્રકોને નુકશાન થવા પામ્યું હતું જ્યારે આઈશર ટ્રકમાં સવાર કિરીટભાઈ પટેલને માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેઓનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું.આ બનાવ અંગે હેમંતસિંહ કાલુસિંહ રાજપુતની ફરીયાદના આધારે પેટલાદ રૂરલ પોલીસે આઈશર ટ્રકના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.