Gujarat

આણંદ બાર એસો.નું કલેક્ટરને આવેદન તલાટીઓને એફિડેવિટની સત્તા આપવાથી ભ્રષ્ટાચારને મોકળું મેદાન મળવાની શક્યતા

 

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા. ૯
આણંદ શહેરમાં આણંદ જિલ્લા બાર એસોસિએશન દ્વારા ગ્રામ પંચાયતના તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા આપતા પરિપત્ર સામે વિરોધ પ્રદર્શિત કરી કલેક્ટરને આવેદનપત્ર આપી આ પરિપત્ર રદ્દ કરવાની માંગ કરી હતી. આણંદ જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સહિત સભ્ય વકીલોએ આજે કલેક્ટરને મળી આવેદનપત્ર આપ્યુંં હતું. આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર રાજ્ય સરકારે તાજેતરમાં પરિપત્ર બહાર પાડી ગ્રામ પંચાયતના તલાટીઓને જુદા-જુદા સોગંદનામા કરવાની સત્તા આપતો ઠરાવ કરવામાં આવેલો છે. જેનો સખ્ત વિરોધ કરી જણાવ્યું હતું કે ભારત સરકારના ઓથ એક્ટ ૧૯૬૯ નો ઘડેલ કાયદામાં સુધારો વધારો કરવાની કોઈ રાજ્યને સત્તા નથી. તેમ છતાં રાજ્ય સરકારે ગ્રામ પંચાયતના તલાટીઓને સોગંદનામા કરવાની સત્તા આપતો જે પરિપત્ર બહાર પડાયો છે તે કાયદાનો ભંગ છે. અને એફિડેવીટની સત્તા માટે કાયદાની માન્ય ઉપાધી હોવી જરૂરી છે. તલાટીઓને એફિડેવિટની સત્તા આપવાથી ભ્રષ્ટાચારને મોકળુ મેદાન મળવાની શકયતાઓ રહેલી હોય છે. જેથી આ પરિપત્ર પરત ખેંચવાની માંગ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.