Gujarat

આણંદ શહેરમાં નવા બસ સ્ટેન્ડનું આજે મુખ્યમંત્રી ઈ-લોકાર્પણ કરી ખુલ્લુ મુકશે

(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૫
આણંદ શહેરમાં જૂના બસ સ્ટેન્ડનું ૨.૮૬ કરોડના ખર્ચે નવ નિર્માણ કરી સુવિધાસભર બસસ્ટેન્ડ તૈયાર થતા સોમવારે સવારે ગાંધીનગર ખાતેથી મુખ્યમંત્રી દ્વારા ઈ-લોકાર્પણ કરી બસ સ્ટેન્ડનું લોકાર્પણ કરવામાં આવનાર છે, જેને લઈને આણંદ શહેર તેમજ આસપાસના ગામોની જનતામાં આનંદની લાગણી જોવા મળી રહી છે.
આણંદ શહેરમાં જૂના અને જર્જરીત એસ.ટી. બસસ્ટેન્ડના નવ નિર્માણ માટે જુનું બસ સ્ટેન્ડ તોડી નવું બાંધકામ હાથ ધરવામાં આવતા આણંદ નગરપાલિકાનાં કેટલાક કાઉન્સિલરો દ્વારા આ બસ સ્ટેન્ડનું નિર્માણ કાર્ય રોકવા માટે ભારે ધમપછાડા કરી પૂર્વ રાજય મંત્રી રોહીત પટેલની સાથે વાહન વ્યવ્હાર મંત્રીને મળીને બસ સ્ટેન્ડનાં કામમાં અડચણો ઉભી કરી બસ સ્ટેન્ડનું નિર્માણ બંધ કરાવી દીધું હતું.આણંદ બસ સ્ટેન્ડની આસપાસમાં લધુમતી સમાજનાં લોકોનો વેપાર ધંધો હોઈ જો બસ સ્ટેન્ડ નવ નિર્માણ થાય તો લધુમતી વેપારીઓને ફાયદો થાય તેમ હોઈ ભાજપનાં કેટલાક કાઉન્સિલરો દ્વારા જુનુ બસ સ્ટેન્ડ સંવેદનસીલ વિસ્તાર હોઈ અહીયાં બસ સ્ટેન્ડ નહી બનાવવા માટે ભારે ધમપછાડા કર્યા હતા,
જુનાં બસસ્ટેન્ડનાં નવ નિર્માણમાં અડચણો ઉભી કરાતા જુના બસસ્ટેન્ડનું નિર્માણ કાર્ય બંધ કરી દેવાતા આણંદનાં સામાજીક કાર્યકર એમ જી ગુજરાતી, સિકંદરભાઈ માસ્તર, અનવરભાઈ ચ્હાવાળા સહીત અગ્રણીઓ દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરી હતી તેમજ એસટી નિગમનાં મેનેજીંગ ડીરેકટર સોનલ મિશ્રા સમક્ષ રજૂઆતો કરતા ત્યારબાદ આ કામ છેલ્લા એક વર્ષથી ચાલી રહ્યું હતું અને તમામ સુવિધાઓથી સભર બસ સ્ટેન્ડનું નિર્માણ થતા સોમવારે રાજયનાં મુખ્યમંત્રી વિજય રૂપાણી ઈ ઉદધાટન કરી બસસ્ટેન્ડનું લોકાર્પણ કરશે,જે સાથે જ બસસ્ટેન્ડ વાહન વ્યવ્હાર માટે શરૂ થઈ જશે,અને જેને લઈને વિદ્યાર્થીઓ,નોકરીયાતો,અને ધંધાદારી લોકોમાં આનંદ પ્રસરી જવા પામ્યો છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    GujaratHarmony

    ભરૂચની પટેલ વેલ્ફેર હોસ્પિ.માં કોમી એકતાનો અનોખો કિસ્સો મુસ્લિમ મિત્રોની મદદથી સુરતનો ચંદન મોત સામેનો જંગ જીતી ગયો

    માતા-પિતાના અવસાન બાદ બે બહેનોન…
    Read more
    Gujarat

    વટામણ-ધોલેરા હાઇવે પર ભોળાદ ગામ નજીક કાર-ટ્રક વચ્ચે સર્જાયેલ ગોઝારા અકસ્માતમાં અમદાવાદના એક જ પરિવાના ચારનાં મોત

    શાહપુર વિસ્તારના લોકો ઇદ નિમિત્તે…
    Read more
    CrimeGujarat

    સુરતના VR મોલને મળ્યો ધમકીભર્યો મેઈલ જેટલાને બચાવવા હોય તેટલાને બચાવી લો, બ્લાસ્ટ કરવામાં આવશે

    પોલીસે બે હજારથી વધુ લોકોને બહાર…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.