Ahmedabad

આતંકીઓ આપણા સન્માનનિય સૈનિકોની હત્યા કરે અને મોદી કાયર અને નપૂંસકની જેમ તાળીઓ પાડતા રહે તે ધિક્કારને પાત્ર

અમદાવાદ, તા.૧૨
ભાજપના પૂર્વ અગ્રણી અને જાણીતા એડવોકેટ યતીન ઓઝાએ આતંકવાદી હુમલાઓ, આરએસએસ, સર્જિકલ સ્ટ્રાઈક, ચીનની ઘૂસણખોરી સહિતના મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નપૂંસક ગણાવતા મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે તેમજ બણગા ફૂંકવામાં અવ્વલ એવા લોકોને ઓળખી ગંભીરતાપૂર્વક વિચારવા પ્રજાજનોને જણાવ્યું છે જો પોતે અફવા ફેલાવે છે. તેવું હોય તો મારી ધરપકડ કરી જૂએ તેમ પણ જણાવ્યું છે. આ અંગે તેમણે ટેલિફોનિક વાતચીતમાં આ મેસેજ તેમણે જ વાયરલ કર્યો છે. તેવું છાતી ઠોકીને જણાવ્યું હતું. વાયરલ થયેલ મેસેજને જોઈએ તો અફવા ફેલાવી એ ગુનો છે તે હું જાણું છું મોદી અગર શાહની ૫૬ની છાતી હોય તો હું અફવા ફેલાવું છું તે કારણસર મારી ધરપકડ કરી જૂએ. વાસ્તવિક આંકડા આપણા જ મીડિયાએ જાહેર કરેલ છે. નીચેના આંકડા સામે પાકિસ્તાનની ખુવારીના આંકડા જે ભારત સરકારના રેકર્ડ ઉપર છે તે પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઈક સહિત ૯૪ છે. એકની સામે પાંચ તો દૂરની વાત થઈ પણ આ નપૂંસકો એકની સામે એક પણ લાવી શકતા નથી અને બણગા ફૂંકવામાં અવ્વલ નંબર. મોહન ભાગવત હવે આરએસએસનું લશ્કર બનાવવાના છે. આનાથી મોટું સન્માનનિય ભારતીય સૈન્યનું બીજું મોટું શું અપમાન હોઈ શકે ? આ એમની નિમ્ન કક્ષાની સોચ અને ધુતકારવા લાયક ઘમંડ બોલી રહ્યો છે. ભક્તો જાગો, આ પાખંડીઓને ઓળખો. વિદેશોમાં જઈ અને તાઈફાઓ કરવાના બદલે નીચેના મુદ્દાઓને ગંભીરતાપૂર્વક વિચારો અને નિવડો લાવો.
૧. શ્રીલંકાનું સૌથી અગત્યનું બંદર બેટોટા ચીનના કબજામાં.
ર. નેપાળ અને માલદીવ ઉપર ચીનની સંપૂર્ણ પક્કડ.
૩. અરૂણાચલ અને લેહમાં ભૂતકાળમાં કયારેય ઘૂસણખોરી ન થઈ હોય તેટલી વખત ચીનની ઘૂસણખોરી. પહેલ વહેલી વખત પાનગોગ તળાવ વાટે છેક લેહ સુધી ચીની સૈનિકો પહોંચી ગયા.
તાઈફાઓથી મંત્રમુગ્ધ ન થતાં ઉપરની વાસ્તવિકતા સ્વીકારો, આતંકવાદીઓ તમારા ઘરમાં ઘૂસી આપણા સન્માનનિય સૈનિકોની હત્યા કરે અને મોદી કાયર અને નપૂંસકની જેમ તાળીઓ પાડતો રહે તે ધિક્કારને પાત્ર છે. (થોડીક અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે તો માફ કરશો) પણ મે આપણા સૈનિકોના અનાથ સંતાનો, વૃદ્ધ માતા-પિતા અને આપણી બહેનો (શહીદ સૈનિકોની પત્નીઓ)ના મોઢા રૂબરૂમાં જોયા પછી આ સંદેશ મોકલ્યો છે. આમ હાલ તો આ વાયરલ મેસેજથી યતિન ઓઝાની ‘૫૬’ની છાતી છતી થાય છે જ્યારે હાલ મેસેજને જોઈને સોશિયલ મીડિયામાં ચકચાર મચી ગઈ છે.
લિ.યતિન ઓઝા
ખાનગી ચેનલના આંકડા
આતંકી હુમલા ર૦૧૪/રરર ર૦૧પ/ર૦૮ ર૦૧૬/૩રર ર૦૧૭/૩૪ર
સીજફાયરનો ભંગ ૫૮૩ ૪૦૫ ૪૪૯ ૮૮૧
જવાનોની શહાદત ૪૭ ૩૯ ૮૨ ૮૦