National

આધાર દ્વારા બેંકો સાથે થતી છેતરપિંડી રોકી ન શકાય, છેતરપિંડી કરનારાઓ સાથે બેંકના અધિકારીઓ સામેલ છે : સુપ્રીમ કોર્ટ

(એજન્સી) નવી દિલ્હી, તા.પ
સુપ્રીમ કોર્ટે આધાર બાબત સુનાવણી દરમિયાન કહ્યું કે, આધાર દ્વારા બેંકો સાથે થતી છેતરપિંડી રોકી નહીં શકાય, બેંકના અધિકારીઓ અને છેતરપિંડી કરનારાઓ એકબીજા સાથે સંકળાયેલા છે જેના લીધે છેતરપિંડી થાય છે. આધાર દ્વારા બેંકો સાથે થતી છેતરપિંડીને ખૂબ જ જૂજ પ્રમાણમાં રોકી શકાશે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે લોન આપતી વખતે બેંક અધિકારીઓને ખબર હોય છે કે એ કોને લોન આપી રહી છે. અધિકારીઓ છેતરપિંડી કરનારાઓ સાથે સામેલ છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે, જ્યારે બેંકોને ખબર છે કે, એમની સાથે છેતરપિંડી કરનાર કોણ છે પછી એમની ઓળખ શોધવાની શી જરૂર છે. જો કે આધાર દ્વારા બધી જાતની છેતરપિંડીને મહ્‌દઅંશે શોધી શકાશે.
આધારની તરફેણ કરતી વખતે એવું કહેવાય છે કે એના દ્વારા ગરીબથી અતિ ગરીબ વ્યક્તિને પણ ઓળખ મળે છે, એટોર્ની જનરલ વેણુગોપાલે કહ્યું કે આધાર માટે સંપૂર્ણ સુરક્ષા કરવામાં આવી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.