(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.રર
આયુર્વેદ તબીબોને સર્જરીની છૂટના વિરોધમાં આગામી પહેલી ફેબ્રુઆરીથી આઈએમએના સભ્યો અને દેશભરના આધુનિક મેડિસિન ડૉક્ટરો ભૂખ હડતાળ કરશે. ત્યારે આ ભૂખ હડતાળમાં ગુજરાતના ર૯ હજાર તબીબો ભૂખ હડતાળ પર ઉતરવાના છે ત્યારે આ અંગે ગુજરાત આયુર્વેદ બોર્ડના ચેરમેન ડૉક્ટર હસમુખ સોનીએ મોટું નિવેદન કર્યું છે. ડૉ.હસમુખ સોનીએ જણાવ્યું કે, કેટલાક લોકો દ્વારા ખોટી રીતે વિરોધ કરાઈ રહ્યો છે. તેઓ ભૂખ હડતાળ કરી સરકાર પર દબાણ લાવવાના પ્રયાસો કરે છે. પરંતુ અત્યારે આ પ્રકારે હડતાળ કરી દબાણ ન કરવું જોઈએ. સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોવી જોઈએ. આ ઉપરાંત તેમણે આયુર્વેદ ઉદ્યોગને વેગ આપવા માટે સરકાર બજેટમાં વધારો કરે તેવી માંગ કરી છે.
આજે આખું વિકસિત વિશ્વ આધુનિક દવાઓના ભારતીય ડૉક્ટરોના લાભ લઈ રહ્યું છે. ત્યારે આપણા દેશમાં સંપૂર્ણ વિરોધાભાસી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. સીસીઆઈએમ નોટિફિકેશન નં.સીજી-ડીએલ-ઈ-ર૦૧૧-ર૦ર૦-રર૩ર૦૮ તા.૧૯/૧૧/ર૦ર૦ આયુષ લોકોને શસ્ત્રક્રિયા કરવાની મંજૂરી આપવી તે સંપૂર્ણ અવૈજ્ઞાનિક, અસુરક્ષિત, અવ્યવહારૂ છે અને ભારતીય આરોગ્ય પ્રણાલી પર પાછલા દરવાજેથી દબાણ લાવશે. આધુનિક દવા એક પુરાવા-આધારિત દવા છે અને સંશોધન મોડ્યુલ્સની તેની પાસે અભ્યાસ કરેલો અભિગમ અને નૈતિક રીતે નિયંત્રિત સારવાર પદ્ધિતઓનો પોતાનો કરોડરજ્જુ છે. આધુનિક દવા પાસે પોતાનું ફાર્માકોપીઆ વિવિધ ક્લીનિકલ ટ્રાયલ્સ દ્વારા વિકસિત અને મજબૂત કરવામાં આવ્યું છે.
શું આપણામાંના કોઈ બીમાર અપુરતી લાયકાત ધરાવતા સર્જન દ્વારા સર્જરી કરાવવાનું પસંદ કરે છે ? જવાબ સ્પષ્ટપણે ‘ના’ હશે. તો પછી આપણે આવી પાયાવિહોણી સૂચનાને કેવી રીતે સ્વીકારી શકીએ. આ હેલ્થકેરની આખી સિસ્ટમ જોખમમાં મૂકશે. શસ્ત્રક્રિયા એ ખૂબ જ વિશિષ્ટ શાખા છે. કોઈ પણ ગૂંચવણ ન થાય તે માટે સર્જનને સંપૂર્ણતા સાથેના બધા ભાગો અને સંબંધિત શરીર રચનાને જાણવી પડે છે. આધુનિક દવાઓના ડૉક્ટરો દ્વારા ઓપરેશન પહેલાં જુદા-જુદા પરીક્ષણ કરી ફિટનેસ આપવામાં આવે છે, આમ આપણી આરોગ્ય સંભાળની સલામતી બચાવવા માટે આઈએમએ આ લડતને લોકોનું યુદ્ધ ગણાવ્યું છે.
5