National

આરીફનું કોરોનાથી મોત, ઉપરાષ્ટ્રપતિએ કહ્યું આવા સમર્પિત નાગરિકનું મૃત્યુ સમાજ માટે નુકસાન

 

(એજન્સી)                  તા.૧૧

પાછલા સાત મહિનાથી કોરોના વોરિયર્સ પોતાનો જીવ જોખમમાં મૂકીને અન્ય લોકોની મદદ મરી રહ્યા છે. તેમનો અંતિમ સરકાર કરવા પણ કોરોના વોરિયર્સ આગળ આવી રહ્યા છે. આવા પણ કેટલાક કોરોના વોરિયર્સ છે, જે બીજાને બચાવતા બચાવતા પોતે આ રોગના શિકાર થઈ ગયા, આવા જ એક કોરોના વોરિયર હતા આરીફખાન. દિલ્હીના સીલમપુર વિસ્તારના રહેવાસી આરીફ ખાનનું કોરોનાના કારણે મોત થયું છે. તે એક એમ્બ્યુલન્સ ડ્રાઈવર તરીકે કોરોના પીડિત લોકોની મદદ કરતા હતા. તેમના અવસાન પર ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુએ શોક વ્યક્ત કર્યો છે.

ઉપરાષ્ટ્રપતિએ શોક વ્યક્ત  કર્યો :

ઉપરાષ્ટ્રપતિએ ટિ્‌વટ કરી જણાવ્યું કે, કોરોના મહામારીની વિરૂદ્ધ અભિયાનના સમર્પિત યોદ્ધા દિલ્હીના આરીફખાનના મૃત્યુના સમાચારથી દુઃખી છું. મહામારીના દિવસોમાં પોતાની એમ્બ્યુલન્સથી તેમણે મૃતકોની સન્માનપૂર્વક અંતિમ વિદાયમાં મદદ કરી. આવા સમર્પિત નાગરિકનું મૃતયુ સમાજ માટે નુકસાન છે.

૧૦૦થી વધુ મૃતદેહોને દાહ સંસ્કાર કર્યો

એમ્બ્યુલન્સ ડ્રાઈવર આરીફખાને પોતાના જીવની ચિંતા કર્યા વિના ર૦૦થી વધુ કોરોના દર્દીઓને સમય પર હોસ્પિટલ પહોંચાડ્યા. તે ઉપરાંત આરીફે સમાજસેવાનો ભાવ પ્રકટ કરતા ૧૦૦થી વધુ મૃતદેહોના અંતિમ સંસ્કાર કર્યા. આ દરમ્યાન તે પીડિત થઈ ગયા. દિલ્હીની હિન્દુરાવ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં શનિવારે સવારે તેમનું મોત નિપજ્યું. આરીફખાન પાછલા રપ વર્ષથી શહીદ ભગતસિંહ સેવા દળ સાથે જોડાયેલા હતા. તેઓ એમ્બ્યુલન્સની સેવા ઉપલબ્ધ કરાવવાનું કામ કરતા હતા. આરીફખાન, દર્દીઓને તેમના ઘરથી હોસ્પિટલ અને આઈસોલેશન સેન્ટર સુધી લઈ જવાનું કામ કરતા હતા.

પરિવારને મળી આર્થિક મદદ

શહીદ ભગતસિંહ સેવા દળના સંસ્થાપક જીતેન્દ્રસિંહ શન્ટીએ જણાવ્યું કે આરીફ આર્થિક રીતે નબળા પરિવારની મદદ પણ કરતા હતા. કોરોના પીડિત હોવા છતાં પણ તે દર્દીઓને હોસ્પિટલ પહોંચાડવાનું કામ કરી રહ્યા હતા. શન્ટીએ સરકારને માંગ કરી છે કે તેમના પરિવારને એક કરોડ રૂપિયાની આર્થિક મદદ આપવામાં આવે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    National

    મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

    મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
    Read more
    NationalPolitics

    દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

    કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
    Read more
    National

    અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

    એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.