Gujarat

આરેણા નજીક ટ્રેક્ટર અને બાઈક અથડાતાં માંગરોળના યુવકનું મોત

(સંવાદદાતા દ્વારા) માંગરોળ, તા.૧
માંગરોળ તાલુકાના આરેણા નજીક સમી સાંજે માંગરોળના બાઈકચાલક હનીફ અહમદ શેખ લાલ પોતાની સ્પ્લેન્ડર નં. જીજે-૧૧-એક્યુ ૭૬રપ લઈને વેળાવળથી માંગરોળ તરફ આવી રહ્યો હતો. ત્યારે ખોળાદા અને આરેણા વચ્ચે રોડની કામગીરીમાં પાણી સપ્લાય કરી રહેલા ટ્રેક્ટર ચાલકે વળાંક લેતા બાઈકને અડફેડે લીધી હતી. જેમાં બાઈકચાલક હનીફને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં ઘટનાસ્થળે જ તેનું મોત નિપજ્યું હતું. ટ્રેક્ટર ચાલકની લાપરવાહીને કારણે આ બનાવ બન્યો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળ્યું છે. યુવકની ડેડ બોડીને માંગરોળ સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવી હતી. સેવાના કામમાં હમેશાં અગ્રેસર રહેનાર હનીફ ના મૃત્યુથી પરિવાર સહિત સમગ્ર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ ઘટનાની જાણ વાયુવેગે પ્રસરી જતાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના આગેવાનો અને લોકો હોસ્પિટલે ઉમટી પડ્યા હતાં. આ બનાવની ફરિયાદી ફારૂક મો.હુસેનભાઈ પટેલની ફરિયાદ ના આધારે માગરોળ મરીન પોલીસના પીઆઈ. દામોદર સાહેબે ટ્રેકટર ટેન્ક ની અટક કરી ધારા ૨૭૯, ૩૩૮, ૩૦૪છ મુજબ ટ્રેક્ટર ચાલક વિરૃધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    Crime DiaryGujarat

    રાજકોટનો ગેમઝોન ભયંકર આગમાં બન્યો મોતનો ઝોન : ર૮નાં કરૂણ મોત

    માત્ર એક કલાકમાં જ ર૪ જેટલા મૃતદેહો…
    Read more
    Gujarat

    હિંમતનગરના ગામડી પાસે નેશનલ હાઈવે પર વાહનની ટક્કરે વ્યક્તિનું મોત ઉશ્કેરાયેલા લોકોએ હાઈવે બ્લોક કર્યો પોલીસ પર પથ્થરમારો કરી વાનને આગ ચાંપી

    ટોળાને વિખેરવા ટીયરગેસના ૧ર૦થી વધુ…
    Read more
    AhmedabadGujarat

    વૃક્ષો જ નહીં હોય ત્યાં તીવ્ર ગરમીમાં ક્યાં જઈશું ?

    રાજ્યમાં હાલ તીવ્ર ગરમીનો માહોલ છે.
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.