ઉત્તરપ્રદેશના સીતાપુરમાં ત્રણ આરોપીઓએ દલિત મહિલા પર ગેંગરેપ કર્યો અને પછી તેના હોઠ કાપી નાંખ્યા, આ મામલો સીતાપુરના માનપુર વિસ્તારનો છે, પોલીસે કેસ નોંધીને આરોપીની ધરપકડ કરી છે
(એજન્સી) સીતાપુર, તા.૧૫
ઉત્તરપ્રદેશના સીતાપુરમાં એક દલિત મહિલા પર ગેંગરેપનો મામલો સામે આવ્યો છે. મળતી માહિતી મુજબ, સીતાપુરના માનપુર વિસ્તારમાં ત્રણ ગુંડાઓએ મહિલાના ઘરમાં ઘૂસીને તેના પર ગેંગરેપ કર્યો. પીડિતાએ તાત્કાલિક આ મામલે પોલીસની મદદ માંગી. પીડિતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી અને જણાવ્યું કે કિતાબુ, આરિફ અને કાદિર નામના ત્રણ લોકોએ તેના પર ગેંગરેપ કર્યો. એફઆઈઆર મુજબ, કિતાબુ, આરિફ અને કાદિરે ગેંગરેપ કર્યા પછી પીડિતાના હોઠ કાપી નાખ્યા. ઘટના બાદ ત્રણેય આરોપીઓ મહિલાને લોહીથી લથપથ હાલતમાં છોડીને ભાગી ગયા.
આરોપીઓની ધરપકડ મહિલાના સંબંધીની ફરિયાદના આધારે, પોલીસે કેસ નોંધીને ત્રણેય આરોપીઓની ધરપકડ કરી છે. હાલમાં ત્રણેય આરોપીઓની પૂછપરછ કરવામાં આવી રહી છે. આ કેસ બે અલગ અલગ સમુદાયો સાથે સંબંધિત હોવાથી પોલીસે ગામમાં સુરક્ષા વધારી દીધી છે.