Ahmedabad

આસારામ મામલે તપાસ પંચનો રિપોર્ટ જાહેર ન કરી શું છૂપાવવા માંગો છો ?

(સંવાદદાતા દ્વારા) ગાંધીનગર, તા.૧૪
અમદાવાદ ખાતેના આસારામ આશ્રમમાં અભ્યાસ કરતાં બે નિર્દોષ બાળકોના તાંત્રિક વિધિથી મોત નિપજાવવાનો મામલો આજે વિધાનસભા ગૃહમાં ઉઠાવાતા ભારે હોબાળો થયો હતો જેમાં અપક્ષ સહિત વિપક્ષ કોંગ્રેસ દ્વારા પ્રહારો કરાયા હતા કે આસારામ દ્વારા પોતાના શિવાને પ્રધાનમંત્રી બનાવવા તાંત્રિક વિધિ કરવા માટે બે બાળકોનો ભોગ લેવાયો હતો અને તે અંગેનો તપાસ પંચનો અહેવાલ ર૦૧૩માં સરકારને સુપરત કરી દેવાયો હોવા છતાં ગૃહમાં રજૂ કરવામાં આવ્યો નથી અને પાંચ-પાંચ વર્ષ બાદ પણ સરકાર રિપોર્ટ જાહેર કરવા માટે વિચારણા હેઠળ હોવાનું કહે છે તો સરકાર તેમાં શું છૂપાવવા માંગે છે ? કેમ રિપોર્ટ જાહેર નથી કરતી જેવા પ્રશ્નોનો મારો ચલાવાતા સરકાર તરફથી સ્પષ્ટ જવાબ આપવાને બદલે પ્રતિ આક્ષેપો કરાતા હોબાળો મચાવ્યો હતો. ગુજરાત વિધાનસભામાં આજે અમદાવાદના આસારામ આશ્રમમાં બે બાળકો (દીપેશ-અભિષેક)ના મોત અંગેના રિપોર્ટનો મુદ્દો ચગ્યો હતો જેમાં સરકારે તપાસ પંચનો અહેવાલ વિધાનસભામાં મૂકવા માટે વિચારણા હેઠળ હોવાનો જવાબ આપતા કોંગ્રેસના સભ્યો ઉશ્કેરાઈ ગયા હતા. તેમજ વારંવાર ગૃહમાં ડી.કે.ત્રિવેદી તપાસપંચનો અહેવાલ રજૂ કરવા માટેની માગણી કરી હતી પરંતુ ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ એકનો એક જ જવાબ આપ્યો હતો. ગૃહમાં આજે અપક્ષ ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ આસારામ આશ્રમમાં બે બાળકોનાં મોતની ઘટના અંગેનો રચાયેલા ડી.કે.ત્રિવેદી તપાસ પંચનો અહેવાલ પ્રસિદ્ધ કરવા માટેનો પ્રશ્ન ઉપસ્થિત કર્યો હતો. જેના જવાબમાં ગૃહમંત્રીએ વિચારણા હેઠળ હોવાનું જણાવ્યું હતું. અ મામલે મેવાણીએ તપાસ અહેવાલ ગૃહમાં નહીં મૂકવા પાછળના કારણો જાણવાની માગણી કરી હતી જેની સામે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહે ખુલાસો કર્યો હતો કે અમદાવાદના આસારામ આશ્રમમાં બે બાળકોનાં મોત થયા ત્યારે રાજ્ય સરકારે તમામ પગલાંઓ ભર્યા હતા. આ ઉપરાંત મૃતક પરિવારની માગણીને ધ્યાનમાં રાખીને ડી.કે.ત્રિવેદી તપાસ પંચની નિમણૂક પણ કરી હતી અને તેનો રિપોર્ટ આવી ગયો છે. આ રિપોર્ટના આધારે સરકાર દ્વારા પગલાં લેવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમારે આક્ષેપ કર્યો હતો કે જો સરકાર સંવેદનશીલ હોય તો આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકવો જોઈએ. જો આ રિપોર્ટ ગૃહમાં નહીં મૂકો તો તમે પણ ભાગીદાર છો અને તમે પણ ખોટું કર્યું છે તે દેખાશે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પણ ભાજપ સરકાર સામે આક્ષેપ કર્યો હતો કે ચોક્કસ વ્યક્તિને પીએમ બનાવવા માટે બે બાળકોના ભોગ લીધો હતો. પરેશ ધાનાણીના આવા આક્ષેપ બાદ ભાજપના સભ્યો ઊભા થઈ ગયા હતા અને ગૃહમાં હોબાળો મચી ગયો હતો. ત્રિવેદી તપાસ મંચનો અહેવાલ મૂકવાની માગણી અંગે વિપક્ષે જોરદાર રજૂઆતો કરતાં અંતે ગૃહરાજ્યમંત્રીએ ખાતરી આપી હતી કે વિચારણાના અંતે આ રિપોર્ટ વિધાનસભા ગૃહમાં મૂકવામાં આવશે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    AhmedabadReligion

    જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

    મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ…
    Read more
    AhmedabadSports

    રાશિદ ખાને તોડ્યો મો.શમીનો રેકોર્ડ, GT માટે સૌથી વધારે વિકેટ લેનાર બોલર બન્યો

    અમદાવાદ, તા.૧અફઘાનિસ્તાનના સ્ટાર…
    Read more
    AhmedabadSports

    અમદાવાદ ખાતે ગુજરાત ટાઈટન્સ અને…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.