National

આસારામ રેપ કેસ : રપ એપ્રિલે ચુકાદાને જોતા જોધપુરમાં ૧૪૪મી કલમ લાગુ કરાઈ

(એજન્સી) જોધપુર,તા.ર૧
રાજસ્થાન હાઈકોર્ટે આશારામબાપુ રેપ કેસના ચુકાદાની પૂર્વ સંધ્યાએ તમામ ગોઠવણી કરી છે. ચુકાદો જોધપુર જેલ સંકુલમાં રપ એપ્રિલે જાહેર કરાશે. તે જોતા શહેરમાં ધારા ૧૪૪ લાગુ કરી દેવાઈ છે. જે ૪ વ્યકિતઓને ભેગા થવા પર પ્રતિબંધ ફરમાવે છે. જો આશારામ ગુનેગાર ઠરે તો ઓછામાં ઓછી ૧૦ વર્ષની સજા થઈ શકે છે. અગાઉ સુપ્રીમકોર્ટે આશારામની જામીન અરજી ફગાવી દીધી હતી. આશારામ બાપુની ૩૧ ઓગસ્ટ ર૦૧૩ના રોજ ધરપકડ કરાઈ હતી. તેમની સામે પોસ્કો એકટ લગાવાયો હતો આશારામના આશ્રમમાં રહેતી સગીર છોકરીએ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ગોડમેન આસારામ સામે ર૦૧રના રેપકેસના ચુકાદો આપવાની પૂર્ણ તૈયારીઓ જોધપુરની એસસી/એસટી કોર્ટે પૂરી કરી છે. પીડિતાના ઘરની ચારેબાજુ તંત્રએ સલામતીની વ્યવસ્થા ચુસ્ત બનાવી છે. પીડિત પરિવારની સલામતીનું સતત નિરીક્ષણ થઈ રહ્યું છે. પોલીસવડા દિનેશ ત્રિપાઠીએ કહ્યું કે, પીડિતાના ઘરે આવનાર પર ચુસ્ત નજર રખાય છે. પાંચ પોલીસના જવાનો સલામતી માટે ગોઠવી દેવાયા છે. સલામતીની અંગત સમીક્ષા કરાઈ છે. પીડિતાના પિતાએ કહ્યું કે તેમને ન્યાયતંત્રમાં વિશ્વાસ છે. તેમને ન્યાય મળશે. જોધપુર કોર્ટના જજ મધુસુદન શર્માએ ગયા મહિને દલીલો સાંભળવાનું પૂર્ણ કર્યું હતું. હવે રપ એપ્રિલે ચુકાદો જાહેર થશે. જોધપુર નજીક મનાઈ ગામે આશ્રમમાં પીડિતાએ શારીરિક શોષણનો આસારામ બાપુ પર આરોપ મૂક્યો હતો.