International

ઇઝરાયેલના ફૂટબોલ પ્રશંસકોએ પેરિસસ્ટેડિયમમાં હરીફો પર હુમલો કર્યો

(એજન્સી) તા.૧૬
ઇઝરાયેલી ફૂટબોલ ચાહકોએ ગઈકાલે પેરિસમાં લીગ ઓફ નેશન્સના ભાગ રૂપે તેમની રાષ્ટ્રીય ટીમ અને ફ્રાન્સ વચ્ચેની મેચ દરમિયાન અશાંતિ સર્જી હતી.
સોશિયલ મીડિયા પર ફરતા ફૂટેજમાં ઈઝરાયેલી પ્રશંસકો તેમના હરીફો પર હુમલો કરતા અને સુરક્ષા વધારવા છતાં લડાઈ ફાટી નીકળતા જોવા મળે છે.
સુરક્ષાની ચિંતાઓને કારણે આ રમત અસામાન્ય રીતે ઓછી હાજરી સાથે યોજાઈ હતી. સંભવિત હિંસા રોકવા માટે કડક પગલાં લેવામાં આવ્યા હતા અને ૪,૦૦૦ પોલીસ અધિકારીઓને તૈનાત કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે નેધરલેન્ડ્‌સના એમ્સ્ટર્ડમમાં એજેક્સ સામેની મેચ પહેલા મક્કાબી તેલ અવીવ ક્લબના ઇઝરાયેલી ચાહકોએ સ્થાનિકો પર હુમલો કર્યો અને પેલેસ્ટિનિયન ધ્વજ ફાડી નાખ્યા પછી સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો. ૮૦,૦૦૦ સીટવાળા સ્ટેડિયમમાં ગઈકાલની મેચની માત્ર ૨૦,૦૦૦ ટિકિટો જ વેચાઈ હતી, જેના કારણે મેચમાં વાતાવરણ શાંત રહ્યું હતું. ફ્રેન્ચ ટીમના કેટલાક ચાહકો રાષ્ટ્રીય પ્રતીક પર પ્રતિબંધ હોવા છતાં પેલેસ્ટિનિયન ધ્વજ લહેરાવતા જોવા મળ્યા હતા.