(એજન્સી) તેલ અવીવ,તા.૨૩
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનના ૨૦૧૫માં ઈરાન સાથે થયેલ પરમાણુ સમજૂતીમાં ફરીથી જોડાવવાના સંકેતો અને ઇઝરાયેલ-પેલેસ્ટીન સંઘર્ષ ઉકેલવા માટે કરવાના પ્રયાસોથી ઇઝરાયેલના અધિકારીઓને ચિંતા થઇ રહી છે. ઇઝરાયેલના સૈન્ય રેડિયોના જણાવ્યા મુજબ અમેરિકાના નવા સચિવ એન્ટોની બ્લીકેનના નિવેદનોથી ઇઝરાયેલનું ભય ઓછો થયો નથી. જોકે ઉર્જા મંત્રીએ અધિકારીઓના ભયને રદિયો આપતા કહ્યું કે, તેઓ અમેરિકાની વાસ્તવિકતા બાબત ઓછી સમજ ધરાવે છે. જેઓ બાઈડેન અને અમેરિકાના ડેમોક્રેટ અને રીપબ્લિકનોને અંગત રીતે ઓળખે છે. એમના માટે નેતાન્યાહુ ખૂબ જ મહત્ત્વપૂર્ણ નેતાઓમાંના એક નેતા છે અને અમેરિકા અને ઇઝરાયેલ વચ્ચે પરમાણુ સોદો ટૂંક સમયમાં શરુ થશે. વોશિંગ્ટન ખાતેના ઈઝરાયેલી રાજદૂતે કહ્યું કે મને વિશ્વાસ છે કે બાઈડેન ઇઝરાયેલના મિત્ર છે. મારા મતે હાલમાં અમેરિકા સાથે આપણો જે સહયોગ છે એનાથી પણ વધુ અન્ય ક્ષેત્રોમાં પણ વધશે. એમણે કહ્યું કે બાઈડેન અમારા યુએઈ. બહેરીન અને મોરક્કો સાથે સામાન્ય સંબંધોના કરાયેલ કરારોનું સમર્થન કરશે. પણ તેઓ ટ્રમ્પની જેમ અખાત દેશોમાં હથિયારો મોકલવા સંમત નહિ થાય. એમણે કહ્યું કે ઇઝરાયેલની યોજના છે કે તેઓ બાઈડેન વહીવટને કહેવા માંગે છે કે તેઓ ઈરાન અને પેલેસ્ટીન મુદ્દે કોઈ આશ્ચર્યજનક જાહેરાતો નહિ કરે. ઇઝરાયેલના પૂર્વ વડાપ્રધાને બાઈડેનની જાહેરાતનું સ્વાગત કર્યું જેમાં એમણે બે દેશો માટે પ્રતિબદ્ધતા દર્શાવી હતી અને ટ્રમ્પ દ્વારા જેરુસલેમને ઇઝરાયેલની રાજધાની જાહેર કરવાના નિર્ણયને રદ્દ કર્યો ન હતો. આ સંકેતો આપે છે કે તેઓ ઈઝરાયેલના મિત્ર છે.