International

ઇઝરાયેલ ઇરાદાપૂર્વક ગાઝાના બાળકોને ભૂખથી મારી રહ્યું છે : HRW એ ચેતવણી આપી

(એજન્સી) ગાઝા, તા.૧૦
હ્યુમન રાઇટ્‌સ વોચ (HRW એ આજે જણાવ્યું હતું કે, ઇઝરાયેલી સરકારે ભૂખમરાનો યુદ્ધના શસ્ત્ર, યુદ્ધ અપરાધ તરીકે ઉપયોગ કરવાનું શરૂ કર્યું ત્યારથી ગાઝામાં બાળકો ભૂખમરો સંબંધિત જટીલતાઓથી મરી રહ્યા છે. ગાઝામાં ડોક્ટરો અને પરિવારોએ બાળકો તેમજ સગર્ભા અને સ્તનપાન કરાવતી માતાઓ, ગંભીર કુપોષણ અને ડિહાઇડ્રેશનથી પીડિત અને હોસ્પિટલોમાં તેમની સારવાર માટે અપર્યાપ્ત સુવિધા હોવાનું વર્ણન કર્યું હતું, એમ અધિકાર જૂથે જણાવ્યું હતું. આંતરરાષ્ટ્રીય કાયદા હેઠળ ઇઝરાયેલની જવાબદારીઓ અનુસાર, ગાઝામાં માનવતાવાદી સહાય અને મૂળભૂત સેવાઓની પહોંચ સુનિશ્ચિત કરવા ઇઝરાયેલી સરકાર પર દબાણ કરવા માટે સંબંધિત સરકારોએ લક્ષ્યાંકિત પ્રતિબંધો લાદવા અને શસ્ત્રોના પરિવહનને સ્થગિત કરવા જોઈએ તેમ ઉમેર્યું. એચઆરડબ્લ્યુના ઇઝરાયેલ અને પેલેસ્ટીન ડિરેક્ટર ઓમર શાકિરે જણાવ્યું હતું કે ઇઝરાયેલી સરકાર દ્વારા ગાઝામાં યુદ્ધના શસ્ત્ર તરીકે ભૂખમરોનો ઉપયોગ બાળકો માટે ઘાતક સાબિત થયો છે. ઇઝરાયેલને આ યુદ્ધ અપરાધનો અંત લાવવાની જરૂર છે, આ વેદનાને રોકવાની અને માનવતાવાદી સહાયને આખા ગાઝા સુધી કોઈ અવરોધ વિના પહોંચવા દેવાની જરૂર છે. ગાઝામાં ભૂખમરાના સંકટની તપાસ કરતી ૧૫ આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને યુએન એજન્સીઓની સંયુક્ત રાષ્ટ્ર-સંકલિત ભાગીદારીએ ૧૮ માર્ચે અહેવાલ આપ્યો હતો કે, તમામ પુરાવા મૃત્યુ અને કુપોષણના મોટા પ્રવેગ તરફ નિર્દેશ કરે છે. ભાગીદારીએ જણાવ્યું હતું કે ઉત્તરી ગાઝામાં જ્યાં ૭૦ ટકા વસ્તી વિનાશક ભૂખમરો અનુભવી રહી હોવાનો અંદાજ છે, મધ્ય માર્ચ અને મે વચ્ચે ગમે ત્યારે દુકાળ આવી શકે છે. ગાઝાના આરોગ્ય મંત્રાલયે ૧ એપ્રિલના રોજ અહેવાલ આપ્યો હતો કે ઉત્તરી ગાઝાની હોસ્પિટલોમાં ૨૮ બાળકો સહિત ૩૨ લોકો કુપોષણ અને ડિહાઇડ્રેશનને કારણે મૃત્યુ પામ્યા હતા. એક દિવસ પછી સેવ ધ ચિલ્ડ્રને ૨૭ બાળકોના ભૂખમરા અને રોગથી મૃત્યુની પુષ્ટિ કરી. ડૉ.કમલ અડવાન હોસ્પિટલના પીડિયાટ્રિક્સ યુનિટના વડા હુસમ અબુ સફિયાએ ૪ એપ્રિલના રોજ HRWને જણાવ્યું હતું કે તેમની હોસ્પિટલમાં જ ભૂખમરા સંબંધિત જટિલતાઓ અનુભવ્યા બાદ ૨૬ બાળકોના મોત થયા હતા. ડૉ. સફિયાએ જણાવ્યું હતું કે શિશુઓમાંથી એક ગંભીર રીતે ડિહાઇડ્રેટેડ જન્મ્યા પછી માત્ર બે દિવસની ઉંમરે મૃત્યુ પામ્યો હતો, જે દેખીતી રીતે તેની માતાની ખરાબ તબિયતને કારણે વધી ગયો હતો. તેણીને બાળકને આપવા માટે દૂધ નહોતું. ઇઝરાયેલી સરકારે ઇરાદાપૂર્વક ગાઝામાં સહાય, ખોરાક અને ઇંધણની ડિલિવરી અવરોધિત કરી રહી છે, ૐઇઉએ જણાવ્યું હતું કે, માનવતાવાદી સહાયમાં અવરોધ ઉભો કરીને અને નાગરિકોને જીવિત રહેવાના માધ્યમથી વંચિત કરી રહી છે તેમાં ઉમેર્યું હતું કે આ સામૂહિક સજાનું એક સ્વરૂપ છે જે યુદ્ધ અપરાધ છે.

Related posts
International

‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
Read more
International

હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
Read more
International

અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

(એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.