National

ઇન્ટરનેટ સેન્સેશન બનેલા વાઇરલ ગીત ‘માનિક્યા મલરિયા પુવી’ના મૂળ એક પરંપરાગત લોકગીતમાં છે

(એજન્સી) તા.૧૫
અપકમિંગ મલિયાલમ ફિલ્મ ‘ઓરુ અદાર લવ’થી બીગ સ્ક્રિન પર ડેબ્યુ કરવા જઇ રહેલી મલયાલમ અભિનેત્રી પ્રિયા પ્રકાશ વોરીયર હવે ઇન્ટરનેટ સેન્સેશન બની ચૂકી છે. આ ફિલ્મના ગીત ‘માનિક્યા મલરયા પુવી’માં પોતાના દમદાર એક્સપ્રેશનને કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ કરી રહી છે.
ફિલ્મનું ગીત બે દિવસ પહેલા રિલીઝ થયું છે અને ત્યારબાદ આ ગીત યુ-ટ્યૂબ પર ૧.૨૫ કરોડ કરતા વધુ લોકો જોઇ ચૂક્યા છે. પરંતુ ત્યારબાદ નાટકીય ઘટનામાં મંગળવારે સવારે હૈદરાબાદમાં એક જૂથ દ્વારા આ ગીત વિરુદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જેમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ ગીતને કારણે મુસ્લિમોની લાગણી દુભાઇ છે. આ ગીતમાં એક ભરચક હોલમાં આંખોના ઇશારા- ઇશારા દ્વારા શાળાના વિદ્યાર્થીઓ વચ્ચે થતી પ્રણયની અભિવ્યક્તિ અને આપલે થાય છે. ફરિયાદ કરનાર ગ્રુપની દલીલ એવી છે કે આ ગીત પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) અને આપના પત્ની ખદીજા (ર.અ.) અંગેનું છે. એક ફરિયાદીએ જણાવ્યું હતું કે તેને પણ આ ગીત અને વીડિયો માણ્યા છે પરંતુ જ્યારે આ ગીતનું ઓનલાઇન ટ્રાન્સલેશન જોયું ત્યારે હું બેચેન બની ગયો હતો. શાન, રહેમાન દ્વારા કમ્પોઝ કરવામાં આવેલ આ ગીત ‘માનિક્યા મલરયા પુવી’નું વર્ઝન એ વાસ્તવમાં ૧૯૭૮ના એક ગીતની પુનઃ કલ્પના છે કે જે પીએમએ જબર દ્વારા લખવામાં આવ્યું હતું અને થાલેસરી કે રફિકી દ્વારા કમ્પોઝ કરવામાં આવ્યું હતું. આ ગીત ઉત્તર કેરળમાં મલાબારમાં મુસ્લિમોનું લોકગીત છે જે લગ્ન અને કૌટુંબિક મેળાવડામાં વગાડવામાં આવે છે.
આ ગીતમાં ખદીજા (ર.અ.)ને મોતીફુલ જેવા મહિલા તરીકે વર્ણન આપીને શરુ થાય છે. અસલ ગીત આ ફિલ્મ માટે એડેપ્ટ કરવામાં આવેલ વર્ઝન કરતા લાંબું છે. અસલ ગીતમાં ખદીજા (ર.અ.)એ મુહમ્મદ પયગંબર સાહેબ (સ.અ.વ.)ના કાકા અબુ તલીબ (ર.અ.)ને એક પ્રતિનિધિ દ્વારા કઇ રીતે લગ્નની દરખાસ્ત મોકલી હતી કે જેને તુરત જ મંજૂરી આપવામાં આવી હતી. આ ગીત અલ્લાહની મરજી સાથે લગ્ન માટે તૈયાર થતા ખદીજા (ર.અ.)ના વર્ણન સાથે સમાપ્ત થાય છે અને બધા આ આદર્શ યુગલને પોતાની શુભેચ્છાઓ આપે છે. ફિલ્મ ‘ઓરુ અદાર લવ’ના ડાયરેક્ટર ઓમર લુલુએ જણાવ્યું હતું કે તેમને ખબર હતી કેટલાક લોકો આ ગીત સામે વિરોધ કરશે. તેમને એવું લાગે છે કે પયગંબર મુહમ્મદ (સ.અ.વ.) અને આપના પત્ની અંગેનું આ પ્રણય ગીત ફિલ્મમાં ઇસ્લામ માટે અપમાનજનક છે. પરંતુ આવા લોકોની સંખ્યા ઓછી છે. મારું માનવું છે કે આ ગીત હવે વધુ લોકો સુધી પહોંચી રહ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
  Related posts
  National

  મુંબઇમાં સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર : CCTV ફૂટેજમાં શૂટરો મોટરસાઈકલ પર ભાગી જતા દેખાયા

  મુંબઈના બાંદ્રામાં બોલિવૂડ…
  Read more
  NationalPolitics

  દિલ્હી હાઈકોર્ટે કેજરીવાલની ધરપકડ સામેની અરજી ફગાવી

  કેજરીવાલની ધરપકડ માટે ઇડી પાસે પૂરત…
  Read more
  National

  અરવિંદ કેજરીવાલની કસ્ટડીમાં ૪ દિવસનો વધારો

  એક અઠવાડિયાના રિમાન્ડ પછી ગુરૂવારે…
  Read more
  Newsletter
  Become a Trendsetter

  Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.