હિજાઝીને કટ્ટરવાદી રોબિન્સન તરફથી અપમાનજનક ટિપ્પણીઓ બદલ ૧,૦૦,૦૦૦ પાઉન્ડ મળશે, કાયદાકીય લડાઇ માટે થયેલા ખર્ચ બદલ ૫,૦૦,૦૦૦ પાઉન્ડ મળશે
(એજન્સી) દમાસ્કસ, તા. ૨૫
ઇસ્લામ વિરોધી કાર્યકર અને કટ્ટર જમણેરી ઇંગ્લીશ ડિફેન્સ લીગના સ્થાપક ટોમી રોબિન્સન વિરૂદ્ધ અદાલતે ચુકાદો આપતાં સીરિયાના શાળામાં ભણતા જમાલ હિજાઝી નામના યુવકને બદનક્ષી માટે ૧,૦૦,૦૦૦ પાઉન્ડ(૧,૩૭,૩૦૦ અમેરિકી ડોલર) ચુકવવાનો આદેશ આપ્યો છે. ૧૮ વર્ષના યુવકે બે વર્ષની કોર્ટની લડાઇ બાદ ટોમી રોબિન્સન વિરૂદ્ધ આ લડાઇ જીતી છે જે કટ્ટર જમણેરીને દેવાળિયું કરી શકે છે જેનું અસલી નામ સ્ટીફન યાક્સલે-લેનન છે. તેને કાયદાકીય લડાઇ માટેનો ખર્ચ ચુકવવાનો પણ આદેશ અપાયો છે જે સમાચાર એજન્સી અનુસાર ૫,૦૦,૦૦૦ પાઉન્ડ(૬,૮૬,૫૦૭ અમેરિકી ડોલર) જેટલું છે. તે સમયે ૧૬ વર્ષના હિજાઝીએ રોબિન્સન પર સાથી વિદ્યાર્થીઓ દ્વારા સ્કૂલમાં ઘાતક હુમલા બાદ સતત ફેસબૂક પોસ્ટમાં તેના વિશે ખોટા અને વાંધાજનક નિવેદનોનો પ્રસાર કરવાનો આરોપ લગાવ્યો હતો. ઓક્ટોબર ૨૦૧૮માં તેની બ્રિટિશ સ્કૂલના પ્લેગ્રાઉન્ડમાં થયેલા હુમલાનો વીડિયો દર્શાવે છે કે, તેને મેદાનમાં ધક્કા મારવામાં આવે છે. બાદમાં અન્ય વિદ્યાર્થીઓ હિજાઝીના મોઢા પર પાણી નાખે છે અને આખું વોટરબોર્ડ તેના પર ઢોળવામાં આવે છે. આ વીડિયો બાદમાં ખૂબ વાયરલ થયો જ્યારે રોબિન્સને ફેસબૂક પર હિજાઝી પર આરોપ લગાવ્યો કે, આ યુવક નિર્દોષ નથી પરંતુ તે વારંવાર બ્રિટિશ વિદ્યાર્થીઓ પર હિંસક હુમલા કરતો હતો. તેણે એવો પણ દાવો કર્યો હતો કે, હિજાઝી શાળાના સાથી વિદ્યાર્થીઓ પર છરાથી હુમલો કરવાની ધમકીઓ પણ આપતો હતો. જોકે, સીરિયન શરણાર્થીએ રોબિન્સનના આ તમામ આરોપો ફગાવી દીધા હતા.
2.5