(એજન્સી) તા.૯
ઈજિપ્તના સંગઠન મુસ્લિમ બ્રધરહુડના પ્રવક્તા તલાટ ફહેમીએ ગુરૂવારે ગલ્ફ કો-ઓપરેશન કાઉન્સિલર (જીસીસી) સમિટના પરિણામોને આવકાર્યા હતા. આ સમિટથી કતાર અને તેના પાડોશી અખાતી દેશો સઉદી અરેબિયા, બેહરીન અને યુએઈ વચ્ચે સમાધાન થયું હતું, લગભગ છેલ્લા ત્રણ વર્ષથી કડવો ઝઘડો ચાલતો હતો, જેના પગલે આ સમાધાન કરવામાં આવ્યું. ફહેમીએ સમાચાર એજન્સીને જણાવ્યું હતું કે અમે અખાતી સમાધાનને આવકારીએ છીએ અને ગલ્ફ રાજ્યોને એક સંપ કરશે તેવી સાચી દિશામાં લેવાયેલા પગલા તરીકે તેને મહત્ત્વપૂર્ણ માનીએ છીએ અને તેમણે આશા વ્યક્ત કરી હતી કે તમામ અરબ સરકારો એક સમાન અભિગમને અપનાવશે જેમાં શાસકો તેમની પ્રજાની ઈચ્છાઓ અને માંગોને જવાબ આપશે. સમાધાનથી એમબીના ઈજિપ્ત સાથેના સંબંધો સુધરશે. તો તેમણે જવાબમાં જણાવ્યું કે ઈજિપ્તિયન શાસન સાથે કોઈપણ સંવાદ ત્યારે જ થઈ શકે જ્યારે શાસન દ્વારા એમબી જૂથના અટકાયતઓને મુક્ત કરવામાં આવે અને ગુના આચરનારા દરેક આરોપીને જવાબદાર ઠેરવવામાં આવે અને લોકોને લોકશાહી પદ્ધતિથી શાસક કરે તેવા કોઈને પણ પસંદગી કરવાની છૂટ આપવામાં આવે.