International

ઈજિપ્ત અને ઈઝરાયેલે સુરક્ષા સમજૂતીમાં સુધારો કર્યો, સરહદે વધુ સૈન્ય તૈનાત કરવા અંગે સંમતિ

(એજન્સી) તા.
ઈજિપ્ત અને ઈઝરાયેલે એક બીજા સાથે કરવામાં આવેલી સુરક્ષા સંબંધિત સમજૂતીઓમાં સુધારા કરવા પર સંમતિ દર્શાવી હતી. સાથે ઈઝરાયેલ તેની દક્ષિણ સરહદ સાથે અડીને આવેલા રાફાહ વિસ્તારમાં ઈજિપ્શયન સેનાની હાજરી વધારવા તૈયાર થયું છે. ઈઝરાયેલી ડિફેન્સ ફોર્સિસ (આઈડીએફ) સોમવારે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમણે કેમ્પ ડેવિડ સમજૂતીમાં કરવામાં આવેલા સુધારા પર હસ્તાક્ષર કર્યા છે. ઈજિપ્તની સેનાને દક્ષિણમાં વધુ દળો તૈનાત કરવાની પરવાનગી આપે છે. સુધારેલી સમજૂતીને વડાપ્રધાન નફતાલી બેનેટના નેતૃત્વવાળા સ્ટેટ સિકયુરિટી કેબિનેટની મંજૂરી મળી ગઈ છે. જો કે ઈજિપ્ત વધારાના કેટલા સૈનિકો તૈનાત કરશે. તે અંગે કોઈ ખુલાસો કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે રફાહ વિસ્તારમાં ઈજિપ્ત અને હમાસ શાસિત ગાઝાપટ્ટી વચ્ચેની સરહદ પણ આવેલી છે. ઈઝરાયેલ અને ઈજિપ્ત બંનેએ વિસ્તારમાં સખ્ત નિયંત્રણો લાગુ કર્યા છે. નોંધનીય છે કે ૧૭ સપ્ટેમ્બર ૧૯૭૮ના રોજ ઈજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદાત અને ઈઝરાયેલી વડાપ્રધાન મેનાકેમ બેગીન વચ્ચે કેમ્પ ડેવિડ સમજૂતી થઈ હતી. સાથે ઈઝરાયેલે પ્રથમવાર કોઈ અરબ રાષ્ટ્ર સાથે શાંતિ સમજુતી કરી હતી.