International

ઈઝરાયેલની સેનાએ ર૦ર૦માં ગાઝાપટ્ટી પર ૩૦૦ હુમલા કર્યા : અહેવાલ

 

(એજન્સી) તા.૪
ઈઝરાયેલી સેનાએ જાહેરાત કરી કે તેણે ર૦ર૦ દરમ્યાન ગાઝાપટ્ટીમાં ૩૦૦ ઠેકાણાઓ પર હુમલા કર્યા હતા. સેનાએ ર૦ર૦માં પોતાની ગતિવિધિઓનું દસ્તાવેજીકરણ કરતા એક નિવેદનમાં ખુલાસો કર્યો કે તેના સશસ્ત્ર દળોએ ઘેરાયેલા એન્કલેવના સુરક્ષા બોર્ડના માધ્યમથી ઘૂસણખોરીના ૩૮ પ્રયાસોને નિષ્ફળ કરી દીધા. નિવેદન મુજબ જેટલા પણ ગાઝાપટ્ટીથી ૧૭૬ રોકેટ અને મોર્ટાર લોન્ચ કર્યા હતા, તેમાંથી ૯૦ ટકા ખાલી વિસ્તારોમાં ઉતર્યા, કારણ કે આયરન કોમ સિસ્ટમને ૮૦ ગોળા અને રોકેટ દાગ્યા જે નાગરિક વિસ્તારોને નિશાન બનાવી રહ્યા હતા. કબજાવાળા વેસ્ટબેંકમાં ઈઝરાયેલી સેનાએ ર૦૧૯માં ૯૭ર૦૦૦ શેકેલની સાથે પેલેસ્ટીનીઓના ૬૭પ૦૦૦ શેકેલ ચોરી લીધા હતા. ર૦૧૮માં એક મિલિયનથી વધુ શેકેલ ચોર્યા હતા અને પાછલા વર્ષ દરમ્યાન ૬૦૩ની સરખામણીમાં પ૪૧ શસ્ત્ર જપ્ત કરવામાં આવ્યા હતા. જેવું કે રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઈઝરાયેલના યુદ્ધ વિમાનોએ વિવિધ મોરચા પર ૧૪૦૦ છટણી કરી છે, જ્યારે જાસૂસી ડ્રોનોની સંખ્યા ૩પ,૦૦૦ કલાક નોંધવામાં આવી છે.