(એજન્સી) તા.ર૩
ઈઝરાયેલના કબજાવાળા દળોએ મંગળવારે નેગેવ રણમાં અલ-અરાકીબ ગામને ૧૮રમી ધ્વસ્ત કરી દીધું. સ્થાનિક સૂત્રોએ જણાવ્યું કે૪ ઈઝરાયેલી દળોએ અનેક બુલ્ડોઝરોની સાથે ગામમાં પ્રવેશ કર્યો અને ઘરો અને તંબુઓને ધ્વસ્ત કરી દીધા. રહેવાસીઓને વિસ્થાપિત કરવામાં આવ્યા. તેમાંથી એક અજીજ અલ-તોરીએ સમજાવ્યું કે ભયાનક ઋતુ છતાં ધ્વસ્ત આગળ વધારવામાં આવ્યું. વરસાદ અને ઠંડી હોવા છતાં ઈઝરાયેલી દળોએ અમારા ઘરોને ધ્વસ્ત કરી દીધા છે. આ ર૭મી વખત છે જ્યારે ઈઝરાયેલે કોરોના મહામારી દરમ્યાન ઘરોને નષ્ટ કરી દીધા છે. અલ-અરાકીબના લોકોએ પોતાની જમીન પર રહેવા અને પોતાના ઘરોને ફરીથી બનાવવાના દૃઢ સંકલ્પનું સમર્થન કર્યું. તેમણે પોતાના લોકોને વિસ્થાપિત કરવા અને તેમની જમીનને જપ્ત કરવાના ઉદ્દેશથી નેગેવમાં ડઝનો ગામડાઓને નષ્ટ કરવાની ઈઝરાયેલની યોજનાઓને નકારી કાઢી છે. ઈઝરાયેલે તેના સ્થાને યહુદી શહેરોના નિર્માણ કરવાની યોજના બનાવી છે. ર૦૧૦માં પ્રથમ વખત અલ-અરાકીબને ધ્વસ્ત કરી દીધું હતું. ઈઝરાયેલ ગામને ઓળખતું નથી પરંતુ તેના રહેવાસીઓનું કહેવું છે કે તેમણે જમીન પર કબજો કરી લીધો અને ઠંડી પછીથી કર્યું છે, દશકાઓ પહેલાં ઈઝરાયેલે પેલેસ્ટીન પર કબજો કરી લીધો હતો. તે વારંવાર થનારા વિધ્વંસ છતાં ત્યાં રહેવા ઈચ્છે છે.