International

ઈઝરાયેલી મિસાઈલોએ સીરિયન સૈનિકનું મોત નિપજાવ્યું અને અન્ય પાંચને ઘાયલ કર્યા

 

(એજન્સી) તા.૧
દમાસ્કસ પાસે એક સૈન્ય લક્ષ્ય પર ઈઝરાયેલી મિસાઈલ હુમલાઓમાં એક સીરિયન સૈનિકનું મોત થયું છે અને અન્ય પાંચ ઘાયલ થયા છે. અન્ય સૈન્ય સૂત્રએ ખુલાસો કર્યો કે ઉત્તરી ગેલીલથી મિસાઈલોને નબી હબીલ ક્ષેત્રમાં એક સીરિયન વાયુ સુરક્ષા એકમની વિરૂદ્ધ દાગવામાં આવ્યું હતું. બ્રિટન સ્થિત સીરિયન ઓબ્જર્વેટરી ફોર હ્યુમન રાઈટ્‌સ મુજબ હુમલાઓએ લેબનોન સરહદ પાસે જવાની શહેર પાસે એક પર્વતીય વિસ્તારમાં હિઝબુલ્લાહ રોકેટ અને દારૂ-ગોળા ડિપોને નિશાન બનાવ્યો, જેનાથી તે નષ્ટ થઈ ગયા. ઓબ્જર્વેટરીના પ્રમુખ રામી અબ્દુલ રહમાને જણાવ્યું કે, ઈરાન સમર્થક સમૂહ જાબાનીની આસપાસના પર્વતોને ઉપયોગ હથિયારો અને દારૂ-ગોળાને સ્ટોર કરવાથી પહેલા લેબેનોન લઈ જવા માટે કરે છે. ઈઝરાયેલે હુમલા પર ટિપ્પણી કરવાથી ઈન્કાર કરી દીધો છે. અમે વિદેશી મીડિયા રિપોર્ટો પર ટિપ્પણી નથી કરતા. તેમ છતાં ઈઝરાયેલે સીરિયામાં ઈરાની સમર્થિત મિલિશિયા લક્ષ્યોને વારંવાર બોમ્બમારો કરતા જણાવ્યું છે કે, તેનું લક્ષ્ય તહેરાનની સૈન્ય હાજરીને સમાપ્ત કરવાનું હતું. જે પશ્ચિમી જાસુસી સૂત્રોનું કહેવું છે કે, યુદ્ધગ્રસ્ત દેશમાં હાલના વર્ષોમાં વિસ્તાર થયો છે. જુલાઈમાં ઉદાહરણ માટે ઈઝરાયેલના હેલિકોપ્ટરોએ દક્ષિણી સીરિયામાં સૈન્ય લક્ષ્યોને પહેલા કબજાવાળા રાજ્ય તરફ દારૂ-ગોળો આગની પ્રતિશોધમાં માર્યો. ઈઝરાયેલ મુજબ સીરિયામાં હિઝબુલ્લાહ અને તેની પાછળ ઈરાનની હાજરી એક રણનીતિક જોખમ છે. તેણે દેશમાં ઈરાનથી જુઠા ઠેકાણાઓ પર અનેક દરોડા પાડ્યા છે.