International

ઈઝરાયેલી સૈનિકોએ જેરૂસલેમમાં પતિ-પત્ની સહિત ચાર પેલેસ્ટીનીઓના અપહરણ કર્યા

(એજન્સી) તા.ર૪
ઈઝરાયેલી સૈનિકોએ રવિવારે સાંજે કબજે કરેલા પૂર્વ જેરૂસલેમની ઓલ્ડ સિટીમાંથી પતિ-પત્ની સહિત ચાર પેલેસ્ટીનીઓનું અપહરણ કર્યું હતું. ઘટનાને નિહાળનારા સાક્ષીઓએ જણાવ્યું હતું કે, ઈઝરાયેલી સૈનિકોએ બાબ હોટ્ટા વિસ્તાર પર આક્રમણ કર્યા પછી એહમદ અબુ ગઝાલા અને તેની પત્નીનો તેમના ઘરેથી અપહરણ કર્યો હતો. બંનેને પૂછપરછ સુવિધામાં લઈ જવાયા હતા. સૈનિકોએ મોહમ્મદ નજીબનું ઓલ્ડ સિટીમાંથી અપહરણ કર્યું હતું, જ્યારે તેલ-અવિવમાં તે કામ કરતો હતો. આ ઉપરાંત સૈનિકોએ ઓલ્ડ સિટીમાં એક બાળકનું તેના ઘરની આગળથી અપહરણ કર્યું હતું, જેની અબ્દુલરહેમાન મોહમ્મદ અલ-બશીતી તરીકે ઓળખ થઈ હતી. નોંધપાત્ર છે કે, અબ્દુલરહેમાન એક પૂર્વ રાજકીય કેદી છે જેને માત્ર થોડા મહિના પહેલાં જ જેલમાંથી મુક્ત કરાયો હતો અને તેને કબજે કરેલા જેરૂસલેમમાંથી ૧૦ દિવસ માટે બહાર નીકળી જવા ફરજ પાડવામાં આવી હતી. સોમવારે પરોઢિયે સૈનિકોએ એક બીજી ઘટનામાં કબજે કરેલા વેસ્ટ બેન્કના અનેક ભાગોમાંથી ૧૮ પેલેસ્ટીનીઓનું તેમના ઘરમાંથી અપહરણ કર્યું હતું. ત્યાર પછી સૈન્યએ ડઝનો મકાનો પર આક્રમણ કરીને તોડફોડ કરી હતી અને ઘણા પેલેસ્ટીનીઓના ઓળખપત્રો (આઈડી કાડ્‌ર્સ)નું નિરીક્ષણ કરીને તેમની પૂછપરછ કરી હતી.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ઇઝરાયેલ ગાઝામાંકામચલાઉ યુદ્ધવિરામ કરાર ઇચ્છે છે : હમાસ અધિકારી

    (એજન્સી) તા.૧૬હમાસના રાજકીય બ્યુરોના…
    Read more
    International

    પેલેસ્ટીન માટે સહાય એકત્ર કરવા ભારતમાંકોઈ સંસ્થા સ્થપાઈ નથી : પેલેસ્ટીની દૂતાવાસ

    (એજન્સી) તા.૧૬નવી દિલ્હીમાં…
    Read more
    International

    ઇઝરાયેલ પર હુમલા પછી બાઇડેન ઇરાનની ઓઇલલાઇફલાઇનમાં ઘટાડો કરે તેવી શક્યતા નથી : અહેવાલ

    ગૃહમાં રિપબ્લિકન નેતાઓએ જાહેર કર્યું…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.