International

ઈઝરાયેલે કબજે કરેલા વેસ્ટ બેન્કમાં મસ્જિદને શહીદ કરી

 

(એજન્સી) તા.ર૯
ઈઝરાયેલી દળોએ કબજે કરેલા વેસ્ટ બેન્કમાં દક્ષિણ હેબ્રોનના ઉમ્મેકુસાહમાં બાંધકામ હેઠળની એક મસ્જિદને શહીદ કરી નાખી હતી. આજે સવારે અન્ય ઘણા બાંધકામો સાથે મસ્જિદને પણ શહીદ કરી દેવાઈ હતી. મસ્જિદ નજીક આવેલી એક સ્થાનિક શાળાના ડિરેકટર મુહમ્મદ યતીમીનના જણાવ્યા અનુસાર ઈઝરાયેલી અધિકારીઓએ આ માળખાને તોડી પાડવા માટેનું કારણ એમ જણાવ્યું હતું કે આ મકાનોના જરૂરી લાયસેન્સના અભાવના લીધે તોડી પાડવાની કાર્યવાહી કરાઈ હતી. શાળા દ્વારા ઉપયોગમા લેવાતો ચોખ્ખા પાણીનો કૂવો પણ કાર્યવાહી દરમ્યાન નાશ પામ્યો હતો. પેલેસ્ટીનીઓને ઈઝરાયેલી કબજા સત્તાવાળાઓ દ્વારા ભાગ્યે જ બાંધકામ માટે મંજુરી આપવામાં આવે છે, ખાસ કરીને પુર્વ જેરૂસલેમમાં પરમીટ અપાતી નથી.