(એજન્સી) રોમ, તા.૬
ઈટાલીમાં રવિવારે ર૪ કલાકમાં મૃત્યુઆંક પરપ નોંધાયો, જે સૌથી ઓછો મૃત્યુદર છે. હાલમાં ઈટાલી યુરોપનું કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત દેશ છે. લોકડાઉનના ચાર સપ્તાહ બાદ પ્રથમવાર મૃત્યુદરમાં ઘટાડો નોંધાયો છે. ઈટાલીમાં કોરોનાથી કુલ ૧પ,૮૭૭નાં મોત થયા છે જ્યારે સ્પેનમાં પણ ૬૭૪ લોકોના મૃત્યુ સાથે માર્ચ મહિનાની અંદર સૌથી નીચો મૃત્યુદર નોંધાયો છે. સ્પેનમાં કુલ ૧૧,૭૪૪ લોકોનાં મોત થયા છે. છેલ્લા ૨૪ કલાકની વાત કરવામાં આવે તો સ્પેનમાં વધુ ૨૨૩ લોકોના મોત થયા છે અને કેસોની સંખ્યા ૮૮૭ વધી ગઇ છે. આની સાથે જ સ્પેનમાં કુલ કેસોની સંખ્યા ૧૩૧૬૪૬ સુધી પહોંચી ગઇ છે. સ્પેનમાં સ્થિતી એ છે કે હજુ સાત જેટલા લોકોની હાલત ખરાબ છે. તેમની બચવાની શક્યતા ઓછી દેખાઇ રહી છે. વિશ્વના સૌથી વધારે પ્રભાવિત દેશોમાં સ્પેન પણ સામેલ છે. ચીનમાં આ વાયરસ ફેલાઇ ગયા બાદ હવે દુનિયાના દેશોમાં તેનો આતંક જારી છે. સ્પેનમાં ધીમી ગતિથી સ્થિતી સુધરી રહી છે. જો કે હાલમાં ખુબ વધારે પગલા જરૂરી બની ગયા છે. મોત અને કેસોની સંખ્યા ચિંતાજનકરીતે વધી રહી છે. સ્થિતી હાલમાં બેકાબુ બનેલી છે. સ્પેનમાં ગંભીર રહેલા લોકોની સંખ્યા છ હજાર કરતા વધારે છે. જે સંકેત આપે છે કે સ્થિતી હજુ વણસી શકે છે. દુનિયાના દેશોમાં લોકડાઉનના નિયમો હાલમાં અમલી છે. ૩૦મી જાન્યુઆરીના દિવસે પ્રથમ કેસ સપાટી ઉપર આવ્યા બાદથી સ્પેનમાં જે રીતે મોતનો આંકડો વધ્યો છે તેનાથી હાહાકારમ મચી ગયો છે.અહીં પણ સ્થિતિ કાબૂ બહાર જતી રહી છે. દરરોજ હજારો લોકોના મોત થઇ રહ્યા છે અને હજારોની સંખ્યામાં નવા કેસો સપાટી ઉપર આવી રહ્યા છે. આરોગ્યની વ્યવસ્થા ખુબ સારી હોવા છતાં તંત્રના પગલા અપુરતા સાબિત થઇ રહ્યા છે. છેલ્લા ૨૪ કલાકના ગાળામાં જ સ્પેનમાં દહેશત ફેલાવે તે રીતે ૧૨૨૦ લોકોના મોત થઇ ચુક્યા છે જ્યારે નવા કેસોની સંખ્યા ૧૧૫૬૦ રહી છે. આની સાથે જ સ્પેનમાં મોતનો આંકડો વધીને ૧૨૪૧૮ સુધી પહોંચ્યો છે જ્યારે કેસોની સંખ્યા ૧૩૦૭૫૯ સુધી પહોંચી છે. સ્પેનની સાથે સાથે હાલમાં ઇટાલી, ફ્રાન્સ અને જર્મનીમાં પણ મોટી સંખ્યામાં લોકો અસરગ્રસ્ત થયા છે. બ્રિટનમાં પણ કેસો ઓછા નથી. બ્રિટનમાં મોતનો આંકડો વધીને ૪૯૩૪ સુધી પહોંચી ગયો છે. જ્યારે ઇટાલીમાં મોતનો આંકડો વધીને ૧૫૮૮૭ સુધી પહોંચી ગયો છે. ઇરાનમાં પણ ૫૮ હજારથી વધારે કેસો નોંધાયા છે. દુનિયાના દેશો કોરોનાની સામે પોત પોતાની રીતે લડત ચલાવી રહ્યા છે. ગંભીર દર્દીઓની સંખ્યા અહીં પણ ખુબ ઉંચી છે.