National

ઈદ નજીક છે મોદીજી, કાશ્મીરમાં કેદ નેતાઓને મુક્ત કરી દો : ઓમર અબ્દુલ્લા

(એજન્સી) શ્રીનગર, તા.૨૧
જમ્મુ-કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ રાજ્યના તમામ રાજનીતિક કેદીઓની મુક્તિ માટેની માંગ કરી છે. અબ્દુલ્લાએ વડાપ્રધાન મોદીને આવા નેતાઓની મુક્તિની ભલામણ કરતું ટ્‌વીટ કર્યું છે.
ઓમરે ટ્‌વીટર પર લખ્યું છે કે, થોડી દિવસોમાં ઈગ છે. વડાપ્રધાન મોદીજીએ રાજનીતિક કેદીઓની મુક્તિ માટેના આદેશ આપવા જોઈએ. પછી તે જેલમાં હોય કે પછી ઘરોમાં નજરબંધ કેમના હોય. આ લોકોએ એવો પણ કોઈ ગુનો નથી કર્યો, કે તેને આટલા દિવસો સુધી કેદમાં રાખવામાં આવે.
ઉલ્લેખનીય છે કે, જમ્મુ-કાશ્મીરમાં આર્ટીકલ ૩૭૦ની જોગવાઈઓ નાબૂદ કર્યા બાદ રાજ્યના ૨૦૦થી વધુ રાજનીતિક લોકોને સરકારે જેલમાં ધકેલી દીધા હતા. જો કે બાદમાં તેમાંથી કેટલાકને મુક્ત કરી દેવામાં આવ્યા હતા. જો કે હજુ પણ ૩૦થી વધુ નેતાઓ નજરકેદ હેઠળ છે.