Politics

ઈન્ડિયા બ્લોકની જીત થશે તો PM કેર્સ ફંડના ‘રહસ્યો’ જાહેરમાં લાવવામાં આવશે : સ્ટાલિન

(એજન્સી) તા.ર૩
તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કહ્યું હતું કેPM CARES (કટોકટીની પરિસ્થિતિઓમાં નાગરિક સહાયતા અને રાહત) ફંડ પાછળના “રહસ્યો” કેન્દ્રમાં ઈન્ડિયા બ્લોક સત્તામાં આવ્યા પછી ખુલ્લા થશે. ત્રિચી (તિરુચિરાપલ્લી)માં તેમના લોકસભા ચૂંટણી અભિયાનની શરૂઆત કરતા, સ્ટાલિને, ડીએમકે અને સાથી પક્ષોના ઉમેદવારો માટે મત માંગ્યા, અને કહ્યું કે ભાજપની હારનો ડર દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડનું એકમાત્ર કારણ છે. શું આ ખુલ્લેઆમ બદલો લેવાની કાર્યવાહી નથી ? એક મજબૂત વિપક્ષી ગઠબંધન ઈન્ડિયાના ડરથી અને ભાજપ એક પછી એક ભૂલ કરી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે, મોદીની ઊંઘ ઉડી ગઈ છે કારણ કે તેમના શાસનનો કાર્યકાળ સમાપ્ત થવાનો છે અને તેમનો “હારનો ડર” તેમની આંખો અને ચહેરા પર સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે. ઈલેક્ટોરલ બોન્ડની જેમ જ, ભાજપ અને કેન્દ્રએ બીજી રીતે પણ ફંડ એકત્ર કર્યું છે, જેને PM CARESફંડ નામ આપવામાં આવ્યું છે. કેન્દ્રમાં ઈન્ડિયા બ્લોક સત્તામાં આવ્યા પછી આ વર્ષે જૂનમાં ફંડ વિશેના તમામ રહસ્યો ખુલ્લા થશે. તામિલનાડુના શાસક ડીએમકેના પ્રમુખ સ્ટાલિને જણાવ્યું હતું કે આયુષ્માન ભારત સહિતની પહેલોમાં CAG (કોમ્પ્ટ્રોલર અને ઓડિટર-જનરલ)ના અહેવાલમાં આશરે રૂા.૭ લાખ કરોડની અનિયમિતતા દર્શાવવામાં આવી હતી. તેમણે પૂછ્યું કે શું મોદી તામિલનાડુ માટે અમલમાં મૂકાયેલી એક વિશેષ યોજનાની વાત કરી શકે છે ? મોદીએ જાન્યુઆરીથી ઘણી વખત તમિલનાડુની મુલાકાત લીધી છે અને રેલીઓને સંબોધિત કરી છે, તેઓ આ પ્રશ્નનો જવાબ આપી શકતા નથી. તેઓ માત્ર અમારી ટીકા કરે છે. ડીએમકે શાસનની ‘સિદ્ધિઓ’ની રૂપરેખા આપતા, તેમણે કહ્યું કે તેમણે સોશિયલ મીડિયા પર એક વિડિયો ક્લિપ જોઈ જેમાં લોકોએ મહિલાઓને ૧,૦૦૦ રૂપિયા પ્રતિ માસની સહાય, શાળાના બાળકો માટે સીએમ બ્રેકફાસ્ટ સ્કીમ અને કલ્યાણકારી યોજનાઓ, મહિલાઓ માટે સરકારી બસોમાં ભાડામુક્ત મુસાફરી પર ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ડ્ઢસ્દ્ભ શાસને, અવરોધો હોવા છતાં, લોકો માટે આ યોજનાઓ અમલમાં મૂકી છે, અને તે જાણવાની માંગ કરી હતી કે શું મોદી પાસે મદુરાઈ એઈમ્સ પ્રોજેક્ટ અને રાજ્ય માટે પૂર રાહત સહિતની તમિલનાડુ માટેની યોજનાઓ પરના પ્રશ્નોના જવાબો છે ? મોદી જવાબો આપવાને બદલે, તેમની નિષ્ફળતાઓને છુપાવવા માટે બિનજરૂરી વસ્તુઓ પર બોલીને લોકોને “ડાઇવર્ટ” કરી રહ્યા છે, આથી, ચૂંટણી પહેલા તેમના નાટક માટે જનતા ન તો વિશ્વાસ કરશે કે ન તો તેમને માફ કરશે તમિલનાડુમાં, અમારી સરકારને મુશ્કેલીમાં મૂકવા માટે, તેઓ રાજ્યપાલ આર.એન. રવિનો ઉપયોગ કરીને અમને ડરાવી રહ્યા છે. તેમણે કહ્યું કે રાજભવનથી શરૂ થતી તેમની પ્રચાર યાત્રા રાષ્ટ્રપતિભવનમાં તેની પરાકાષ્ઠાનું પ્રતીક છે, તે સૂચવે છે કે ઈન્ડિયા જૂથ લોકસભાની ચૂંટણી જીતશે અને કેન્દ્રમાં સત્તા સંભાળશે. શોભાકરંદલાજેનું નામ લીધા વિના, તેમણે કહ્યું કે એક કેન્દ્રીય મંત્રીએ આક્ષેપ કર્યો હતો કે બેંગલુરુમાં રામેશ્વરમ કાફે વિસ્ફોટમાં તમિલ લોકોનો હાથ હતો. તેમણે આક્ષેપ કર્યો હતો કે ભાજપ, તમિલ લોકોને “હિંસક લોકો” તરીકે દર્શાવવાનો પ્રયાસ કરી રહી છે.