International

ઈરાનમાં ફરી તૂટયો કોરોનાનો રેકોર્ડ, ૪૪૦નાં મોત

 

(એજન્સી) તા.૩
આરોગ્ય મંત્રાલયના પ્રવકતાએ જણાવ્યું છે કે પાછલા ર૪ કલાકમાં લગભગ ૮૦૦૦થી વધુ લોકો કોરોનાથી પીડિત થયા છે જ્યારે ૪૪૦ લોકોનાં મોત થયા છે. ડૉક્ટર સીમા સાદાત લારીએ સોમવારે દેશમાં કોરોનાના તાજા આંકડા જારી કરતાં જણાવ્યું કે, પાછલા ર૪ કલાકમાં કોરોનાના ૮ર૮૯ નવા કેસ સામે આવ્યા. જેમાંથી ૩૦ર૩ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જ્યારે બાકી અન્યને હોમ આઈસોલેશનમાં મોકલવામાં આવ્યા છે. તેમણે જણાવ્યું કે, હવે ઈરાનમાં કોરોનાના કુલ દર્દીઓની સંખ્યા ૬ લાખ ર૮ હજાર ૭૮૦ થઈ ગઈ છે. અત્યાર સુધી દેશમાં કોરોનાના કારણે મૃત્યુ પામનારાઓની કુલ સંખ્યા ૩પ,૭૮૦ થઈ ગઈ છે. દેશમાં અત્યાર સુધી ચાર લાખ ૯૧ હજાર ર૪૭ લોકો કોરોનાથી મુકત થઈ ગયા છે. આ દરમ્યાન સંપૂર્ણ વિશ્વમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ચાર કરોડ ૭૦ લાખ સુધી પહોંચી ચૂકી છે. જ્યારે ત્રણ કરોડ ૩૦ લાખથી વધુ લોકો કોરોનાને હરાવી ચૂક્યા છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
    Related posts
    International

    ‘ખૂબ જ દુઃખદ અને આઘાતજનક’ : ભારતે દુર્ઘટનામાં ઈરાની રાષ્ટ્રપતિ રઈસી અને વિદેશમંત્રીના મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો

    ઈરાનના રાષ્ટ્રપતિ રઈસીના નિધન પર…
    Read more
    International

    હેલિકોપ્ટર દુર્ઘટનામાં ઇરાનના રાષ્ટ્રપતિ અને વિદેશમંત્રીના મૃત્યુ, મુસ્લિમ જગતમાં શોક

    અઝરબૈજાનના સરહદી વિસ્તારમાંથી પરત…
    Read more
    International

    અલ-અઝહર અને અરબ સંસદે રફાહમાંઈઝરાયેલી હુમલાની ટીકા કરી

    (એજન્સી) તા.૯ઈસ્લામની સર્વોચ્ચ શિક્ષણ…
    Read more
    Newsletter
    Become a Trendsetter

    Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.