Site icon Gujarat Today

ઈરાન દ્વારા આયોજિત સેન્ટ્રીફ્યુજસ ‘અત્યંત ચિંતાજનક’ : ફ્રાન્સ, યુકે, જર્મની

 

(એજન્સી) તા.૭
ફ્રાન્સ, જર્મની અને બ્રિટને ૭ ડિસેમ્બરે કહ્યું હતું કે, તેઓ ઈરાની ઘોષણાથી આશ્ચર્યચકિત થઈ ગયા છે કે, ઈરાન વધારાના અદ્યતન યુરેનિયમ-સમૃદ્ધ સેન્ટ્રીફ્યુજ સ્થાપિત કરવા અને તેના પરમાણુ કાર્યક્રમને વિસ્તૃત કરી શકે તેવા ઠરાવ દ્વારા સ્થાપિત કરવાનો ઈરાદો રાખે છે. ‘જો ઈરાન મુત્સદ્દીગીરી માટે જગ્યા બચાવવા અંગે ગંભીર છે, તો તેણે આ પગલાને અમલમાં મૂકવાની જરૂર નથી.’ ત્નઝ્રર્ઁછ તરીકે ઓળખાતા તહેરાન સાથે ર૦૧પમાં પરમાણુ સંરક્ષણ કરાર માટે ચીન અને રશિયા સહિત ત્રણેય શક્તિઓ ભાગીદાર છે. એક સંયુક્ત નિવેદનમાં એમ કહેવાયું હતું. રોઈટર્સ દ્વારા મેળવેલા એક ગોપનિય આંતરરાષ્ટ્રીય અણુ ઉર્જા એજન્સી (ૈંછઈછ)ના અહેવાલમાં કહેવાયું છે કે, ઈરાન તેના નતાંઝ ખાતેના સંવર્ધન પ્લાન્ટમાં અદ્યતન ૈંઇ-૨દ્બ સેન્ટ્રીફ્યુજસના ત્રણ વધુ કાસ્કેડ અથવા કલ્સ્ટર્સ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે. જે દેખીતી રીતે કોઈપણ પ્રકારના હવાઈ બોમ્બ હુમલા સામે ટકી રહેવા માટે નિર્માણ કરવામાં આવ્યું હતું. મોટા શક્તિશાળી દેશો સાથે ઈરાનનો પરમાણુ કરાર કહે છે કે, તહેરાન ફક્ત પ્રથમ પેઢીના ૈંઇ-૧ સેન્ટ્રીફ્યુજસનો ઉપયોગ કરી શકે છે. જે યુરોનિયમને નતાંઝ ખાતે ધીરે-ધીરે સુધારે છે અને તે જ માત્ર તે મશીનો છે જેની સાથે ઈરાન સમૃદ્ધ સંગ્રહ કરી શકે છે.

Exit mobile version