(એજન્સી) તા.૨૪
જેમ જેમ ઇઝરાયેલ લેબેનીઝ સમૂહ હિઝબુલ્લાહ સામે સંપૂર્ણ રીતે આક્રમણ કરે છે, ત્યારે IDF એ કેટલાક આઘાતજનક ઘટસ્ફોટ કર્યા છે કે કેવી રીતે ઈરાન સમર્થિત સંગઠન નાગરિકોનો ઉપયોગ ‘માનવ ઢાલ’ તરીકે કરે છે.IDF એ ઠ પર એક પોસ્ટ શેર કરી છે જેમાં વર્ણવવામાં આવ્યું છે કે કેવી રીતે હિઝબુલ્લાહ નાગરિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ શસ્ત્રોના સ્ટોરેજ સાઇટ્સ તરીકે કરે છે અને લેબેનીઝ લોકો માનવ ઢાલ તરીકે.IDFનું આ નિવેદન ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂ દ્વારા લેબેનીનના લોકોને આપવામાં આવેલા સંદેશ બાદ આવ્યું છે, જેમાં તેમણે લોકોને સુરક્ષિત સ્થાનો પર ખસી જવાની ચેતવણી આપી હતી, કારણ કે આ યુદ્ધ નાગરિકો વિરૂદ્ધ નથી, પરંતુ ઈરાન સમર્થિત આતંકવાદી સમુહ વિરૂદ્ધ છે.મહેરબાની કરીને, હવે ભયથી દૂર જાઓ. એકવાર અમારૂં ઓપરેશન સમાપ્ત થઈ જાય, તમે સુરક્ષિત રીતે તમારા ઘરો પર પાછા આવી શકો છો, ‘નેતાન્યાહુએ એક વીડિયો નિવેદનમાં જણાવ્યું હતું. ઇઝરાયેલી સૈન્યએ લેબેનીનમાં ૮૦૦ હિઝબુલ્લાહ લક્ષ્યો પર હુમલો કર્યો હોવાની જાહેરાત કર્યાના થોડા સમય પછી. લેબેનાનના આરોગ્ય મંત્રીના જણાવ્યાં અનુસાર, સોમવારે લેબેનોન પર ઇઝરાયેલના હુમલામાં ૨૪ થી વધુ બાળકો સહિત ૪૯૨ લોકો મૃત્યુ પામ્યા. ૭ ઓક્ટોબરે ગાઝા સંઘર્ષ શરૂ થયો ત્યારથી સરહદ પારની આ સૌથી ઘાતક ઘટના છે. લેબેનીઝ જનતા માટેના તેમના નિવેદનમાં, નેતાન્યાહુએ ભારપૂર્વક જણાવ્યું કે હિઝબુલ્લાહ તેમની સુરક્ષાને જોખમમાં મૂકવા માટે જવાબદાર છે. તેણે જણાવ્યું કે ‘હિઝબુલ્લાહ તમારો માનવ ઢાલ તરીકે ઉપયોગ કરી રહ્યું છે. તેઓએ તમારા લિવિંગ રૂમમાં રોકેટ અને તમારા ગેરેજમાં મિસાઇલો મૂકી છે.