ચીનમાં ૧૦ લાખ કરતાં વધુ ઉઇગર અને અન્ય સભ્યોની અટકાયત કરવામાં આવી છે
(એજન્સી) તા.૫
વિશ્વ હવે ચીનમાં ખાસ કરીને વંશીય લઘુમતી સમૂહ ઉઇગર મુસ્લિમોની માનવતા વિરુદ્ધના અપરાધોની બાબતમાં વરવી વાસ્તવિકતા સામે ધીમે ધીમે જાગૃત બનતું જાય છે. બીજી બાજુ ચીનના સામ્યવાદી પક્ષના અધિકારીઓ એવો દાવો કરી રહ્યાં છે કે ઉઇગર મુસ્લિમો વિશ્વમાં સૌથી વધુ સુખી મુસ્લિમો છે.
જો કે નેશનલ રીવ્યૂના એક રિપોર્ટ અનુસાર આ માનવ કરુણાંતિકામાં હવે એવા પુરાવા સામે આવી રહ્યાં છે કે નોર્થ વેસ્ટ ચીનના જિન જિયાંગ પ્રાંતમાં માનવ અધિકારોનું હનન ઉત્તર કોરિયામાં આપખુદશાહી અને દ.આફ્રિકામાં રંગભેદકક્ષાનું છે. ચોંકાવનારા અહેવાલ અનુસાર અંદાજે ૧૦ લાખ કરતાં વધુ ઉઇગર મુસ્લિમો અને અન્ય સભ્યોની અટકાયત કરવામાં આવી છે જ્યારે વિવિધ રીએજ્યુકેશન અને વોકેશનલ ટ્રેનિંગ સુવિધામાં કુલ ૩૦ લાખ લોકોને યાતનામય સ્થિતિમાં રાખવામાં આવ્યાં છે.
ચીનનો આ લોકો પર ખોટા અપરાધોના આરોપ મૂકવામાં આવ્યાં છે. પરંતુ તેના અંચળા હેઠળ જિન જીયાંગ પર ચીનનું પ્રભુત્વ વધુ મજબૂત થઇ રહ્યું છે. એવું નેશનલ રીવ્યૂના રિપોર્ટમાં ંજણાવાયું છે. બેઇજિંગની ગેરમાહિતી ફેલાવવાના પ્રયાસો અને અન્ય કેસોમાં તેના રોકાણને કારણે ઉઇગર વિરુદ્ધ કાર્યવાહી કરવા સામે લગભગ રક્ષણ પ્રાપ્ત છે. આ મુદ્દે કામ કરતાં સંશોધકો અને પત્રકારોએ તેના પર સાંસ્કૃતિક નરસંહાર એવો શબ્દ વાપર્યો છે. આ શબ્દ ઉઇગર સંસ્કૃતિ અને પરંપરાનો સફાયો કરી નાખવાના ચીનના કોમ્યુનિસ્ટ પાર્ટીના ઇરાદા ઉઘાડા પડી ગયાં છે.
જિન જીયાંગમાં હોસ્પિટલો ગર્ભવતી ઉઇગર મહિલાઓને ગર્ભપાત કરાવવાની ફરજ પાડે છે. ચીનની કોમ્યુનિસ્ટ પાર્ટીએ આ સ્થિતિ સામે આંખ આડા કાન કરવા અન્ય દેશોના ગળે વાત ઉતારી દીધી છે એટલું જ નહીં ચીનના પગલાઓને સમર્થન આપવા પણ જણાવ્યું છે. જેમ કે સંયુક્ત રાષ્ટ્રસંઘ માનવ અધિકાર પરીષદમાં ૪૬ દેશોએ ચીનને તેની નોંધપાત્ર સિદ્ધિ માટે તેમજ આતંક સામેની કાર્યવાહી માટે અભિનંદન પાઠવ્યાં છે.
આ ૪૬ દેશોમાં આફ્રિકા અને મિડલ ઇસ્ટ જેવા દેશોમાં વિકાસશીલ દેશો છે કે જેમને ચીન તરફથી મબલખ મૂડી રોકાણ પ્રાપ્ત થયું છે. અદ્યતન અહેવાલ અનુસાર ટીમના પ્રમુખ શી જિનપિંગ સરકારના આપખુદી નિયંત્રણને વધુ કઠોર બનાવવા આર્ટીફિશીયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.